ખાસ-ખબર સંવાદદાતા
બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ ’સમ્રાટ પૃથ્વીરાજ’ને લઇને સોમનાથની મુલાકાતે આવ્યો છે. સોમનાથમાં ભોળાનાથના દર્શન કરીને આશીવાર્દ મેળવશે. અક્ષય કુમારની સાથે બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લર પણ હાજર છે. બંનેનું સોમનાથ હેલિપેડ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
અક્ષય કુમારે ફિલ્મ ’સમ્રાટ પૃથ્વીરાજ’ના પ્રમોશન માટે વારાણસી જઇને ગંગામાં ડૂબકી પણ લગાવી હતી. ત્યારે હવે અક્ષય કુમાર ભગવાન ભોળાનાથને શીશ ઝુકાવવા સોમનાથ આવ્યો છે. અક્ષયની સાથે ફિલ્મની એક્ટ્રેસ માનુષી છિલ્લર પણ આવી છે.