રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજના 55મા જન્મદિનની ગિરનારમાં ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
ગિરનારની ગોદમાં રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજના રજના જન્મદિવસની ઉજવણીનાં ત્રણ દિવસનો ’માનવતા મહોત્સવ’ કાર્યક્રમ સંપન્ન થયો જૈન 55મા જન્મોત્સવ નિમિત્તે ફિલ્મસ્ટારી, ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓએ તેમની રૂબરૂ અને વર્ચ્યુઅલ મુલાકાત કરી હતી. ફિલ્મસ્ટાર અક્ષયકુમાર, જહાન્વી કપૂર અને વરૂણ પવન ઉપરાંત રાજવના ગૃહમંત્રી હર્ષ સંથવી રૂબરૂ હાજર રહ્યા હતા, જ્યારે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, અંબાણી તથા અનંત અંબાણી વર્ચ્યુઅલી જોડાયા હતા.
દર વર્ષે યોજાતા માનવતા મહોત્સવમાં લાચાર, દુ:ખી, અબોલ અને વેદનાગ્રસ્ત લાખી જીવોને શાંતિ પમાડવા માટે અનેક સતકાર્યો અને જીવદયાના પ્રકલ્પો કાર્યરત કરવામાં આવે છે. આ સદભાવના અને માનવતાના અનેક કાર્યક્રમો યોજાયા છે. નમ્રમુનિ મહારાજની સંસ્યા દ્વારા જૂનાગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે 300 બેડની મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. જૂનાગઢ શહેરના જીમખાના નજીક આ હોસ્પિટલનું નિર્માણ થવાનું છે. આજે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
- Advertisement -
આ મહોત્સવમાં નમ્રમુનિ મહારાજના નાભીના બ્રહ્મનાદથી વર્ષમાં માત્ર એક જ વાર થતી મહાપ્રભાવક ઉવસગ્ગહર સ્ત્રોતની સંકલ્પ સિદ્ધિ જપ સાધનામાં જોડાઈને મંત્ર ઉર્જાને અનુભવવાનો અનન્ય લાભ ભાવિકોને મળ્યો હતો. જન્મોત્સવની શુભેચ્છા અને અભિવંદના અર્પણ કરવા સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ સહિત 100થી વધુ દેશમાથી ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
ફિલ્મસ્ટાર અક્ષયકુમાર નમ્રમુનિ મહારાજના માનવ મહોત્સવ કાર્યક્રમમાં એક કલાક હાજરી આપવા આવ્યા હતા. ત્યારબાદ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા ફિલ્મસ્ટાર જાન્વી કપુર અને વરૂણ ધવન પણ જો ડાયા હતા. જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, નીતા અંબાણી અને અનંતુ અંબાણી લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી માનવતા મહોત્સવમાં જોડાયા હતા.
અનંત અંબાણીએ ઓનલાઈન પ્રવચનમાં નમ્રમુનિ મહારાજને જન્મદિવસની શુભેચ્છા આપી જીવદયાના કાર્ય કરતા રહેવા શુભકામના પાઠવી હતી. નમ્રમુનિ મહારાજના જન્મદિવસે અંબાણી પરિવારે પાંચ હજાર ગાયોને પાળવાનું વચન આપેલું. ઉપરાંત અંબાણી પરિવાર તરફથી 50 એમ્બ્યુલન્સ નમ્રમુનિ મહારાજને અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.