અક્ષય કુમારે ફેન્સને મોટા સમાચાર આપ્યા. ખેલાડી કુમાર પાસે પહેલા કેનેડાની નાગરિકતા હતી પણ હવે તેમને ભારતની નાગરિકતા મળી ગઈ છે.
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે 77માં સ્વતંત્રતા દિવસ પર ફેન્સને મોટા સમાચાર આપ્યા છે. અક્ષય કુમારને સ્વતંત્રતા દિવસ પર મોટી સફળતા મળી છે. અભિનેતાએ ભલે હિન્દી ફિલ્મોમાં કામ કરતાં હોય પણ પરંતુ તેમની પાસે કેનેડાની નાગરિકતા હતી પણ હવે ખિલાડી કુમારને ભારતનો પાસપોર્ટ એટલે કે ભારતની નાગરિકતા મળી ગઈ છે.
- Advertisement -
અક્ષય કુમારે 77માં સ્વતંત્રતા દિવસ પર ફેન્સને આ વિશે જણાવતા ટ્વિટ કરીને લખ્યું- ‘દિલ અને નાગરિકતા બંને હિન્દુસ્તાની છે. સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ. જય હિન્દ. ‘અક્ષય પાસે અગાઉ કેનેડાની નાગરિકતા હતી અને એ કારણે તેને લોકો કેનેડા કુમાર કહીને ટ્રોલ પણ કરતાં હતા. અક્ષય કુમારને હવે ભારતની નાગરિકતા મળ્યા બાદ તે ઘણો ખુશ છે અને સોશિયલ મીડિયા પર ફેન્સ અભિનેતાને અભિનંદન આપી રહ્યા છે.
Dil aur citizenship, dono Hindustani.
Happy Independence Day!
Jai Hind! 🇮🇳 pic.twitter.com/DLH0DtbGxk
— Akshay Kumar (@akshaykumar) August 15, 2023
- Advertisement -
અક્ષય કુમારની ફિલ્મ OMG 2ની વાત કરીએ તો આ ફિલ્મ આ દિવસોમાં બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ રહી છે. OMG 2 ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મને તેની સ્ટોરીના કારણે ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મ OMG 2 બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 50 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચૂકી છે. ઘણા ટ્રેડ એનાલિસ્ટ માને છે કે ફિલ્મ OMG 2 આવનારા દિવસોમાં વધુ કમાણી કરશે.