ધ કપિલ શર્મા શોના રવિવારના એપિસોડમાં અક્ષય કુમાર અને કેટરીના કૈફ હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ સૂર્યવંશીને પ્રમોટ કરવા માટે પહોંચ્યા હતા. ધ કપિલ શર્મા શોમાં સૌથી પહેલા અક્ષય કુમારની એન્ટ્રી થઈ હતી અને બાદમાં કેટરીના કૈફની. કેટરીનાએ અક્ષય સિવાય બાકીના બધાને ‘હાય-હલ્લો’ કર્યુ હતું, જેનાથી એક્ટર નારાજ થઈ ગયો હતો અને બધાની સામે આ વાત ઉઠાવી હતી. અક્ષયે કહૃાું હતું કે તમે લોકોએ એક વાત નોટિસ કરી? જેવી આવી, તેણે બધાને હેલ્લો કર્યું. અર્ચના પૂરણ સિંહને નમસ્તે કહૃાું. કપિલ શર્માને મળી. મને જ ન મળી. આ જુઓ, આ છે સીનિયર્સની રિસ્પેક્ટ. અક્ષયની વાત સાંભળીને કેટરીનાએ પણ તેનાથી ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું હતું અને કહૃાું હતું નહીં, નહીં સાચી વાત છે’. આટલું કહીને તે અક્ષયના પગમાં પડી ગઈ હતી.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા ખાસ-ખબરના ઓફિશ્યિલ INSTAGRAM પેજને ફોલ્લૉ કરો અને શેર કરો
- Advertisement -
INSTAGRAM – https://instagram.com/rajkotkhaaskhabar?utm_medium=copy_link
કપિલ શર્માના શોમાં કેટરીના કૈફ બ્લૂ કલરનું આઉટફિટ પહેરીને પહોંચી હતી.એન્ટ્રી બાદ તેણે કપિલને કહૃાું હતું કે ‘માત્ર તારા માટે ખાસ બ્લૂ કલરનો ડ્રેસ પહેરીને આવી છું અને અક્ષય ઘરનો પાયજામા સેટ પહેરીને આવ્યો છે’. અક્ષય કે જે પિંક હૂડી અને જોગર્સ સેટ પહેરીને આવ્યો હતો તેણે જવાબમાં કહૃાું હતું કે ‘કારણ કે આ મારું ઘર છે’. તો કપિલે પણ અક્ષય દરેક અઠવાડિયે તેની ફિલ્મ પ્રમોટ કરવા આવતો હોવાની વાતની મજાક ઉડાવી હતી. કપિલના શોમાં અક્ષય અને કેટરીનાએ સૂર્યવંશી સાથે જોડાયેલો એક કિસ્સો સંભળાવ્યો હતો. અક્ષયે જણાવ્યું હતું કે, એક સીનમાં કેટરીનાએ સાચેમાં તેને થપ્પડ મારી દીધી હતી. સૂર્યવંશી 5મી નવેમ્બરે રિલીઝ થઈ છે. રોહિત શેટ્ટીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં રણવીર સિંહ અને અજય દેવગણ પણ છે. ઓપનિંગ ડે પર જ ફિલ્મે રેકોર્ડ બનાવી લીધો હતો. તે દિવસે ફિલ્મે 26.29 કરોડની કમાણી કરી હતી.



