આખું લદાખ જાણે છે કે જમીન પચાવી પાડી છે: રાહુલ
18 ઓગસ્ટની સેટેલાઇટ તસવીરો ખીણમાં 4 નવાં બંકરોનું નિર્માણ સૂચવે છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ચીન વિવાદાસ્પદ અક્સાઈ ચીન વિસ્તારમાં સુરંગ બનાવી રહ્યું છે. મેક્સરની સેટેલાઇટ તસવીરોમાં આ વાત સામે આવી છે. ડેપસાંગથી 60 કિમી દૂર નદીની ખીણની સાથે ટેકરી પર ટનલ હોવાનો દાવો કરવામાં આવે છે. આનો ઉપયોગ સૈનિકો અને શસ્ત્રોનો સંગ્રહ કરવા માટે થઈ શકે છે. જિયો ઈન્ટેલિજન્સ એક્સપર્ટે તસવીરોના આધારે જણાવ્યું છે કે નદીની બંને બાજુએ આવાં 11 સ્ટ્રક્ચર્સ છે, જ્યાં બંકર બનાવવામાં આવી રહ્યાં છે. એનડીટીવીએ મેક્સરના ફોટોગ્રાફ્સને ટાંકીને અહેવાલ આપ્યો છે કે છેલ્લા કેટલાક મહિનામાં આ સ્થાનો પર બાંધકામ ઝડપથી વધ્યું છે. ચીન તેનાં મોટાં હથિયારો અને સૈનિકોને ભારતના હવાઈ હુમલાથી બચાવવા માગે છે. આ કારણોસર તે ટનલ બનાવી રહ્યું છે. ચીનના નકશામાં ભારતનો હિસ્સો પોતાનો હોવાનો દાવો કરવા પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે સવારે કહ્યું, ’હું વર્ષોથી કહેતો આવ્યો છું કે વડાપ્રધાને કહ્યું છે કે એક ઇંચ પણ જમીન ગુમાવી નથી એ ખોટું છે. હું લદાખથી આવ્યો છું. પીએમ મોદીએ કહ્યું હતું કે લદાખમાં એક ઇંચ પણ જમીન ગુમાવી નથી, આ સંપૂર્ણ જુઠ્ઠાણું છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું, ’આખું લદાખ જાણે છે કે ચીને અમારી જમીન હડપ કરી છે. આ નકશાનો મુદ્દો ખૂબ જ ગંભીર છે, પરંતુ તેણે જમીન લઈ લીધી છે. એના વિશે પણ વડાપ્રધાને કંઈક કહેવું જોઈએ. 18 ઓગસ્ટની સેટેલાઇટ તસવીરો ખીણમાં ચાર નવાં બંકરોનું નિર્માણ સૂચવે છે. ત્રણ ટનલ વિસ્તારો ઉપરાંત દરેક સાઇટ પર બેથી પાંચ પોર્ટલ અથવા ટનલ છે, જે ટેકરીમાં બનાવવામાં આવી રહી છે. ઘણી જગ્યાએ ભારે મશીનરી પણ જોવા મળી રહી છે. ખીણની વચ્ચેનો એક રસ્તો પણ પહોળો કરવામાં આવ્યો છે. તસ્વીરોમાં એ પણ જોવા મળે છે કે સીધા હુમલાઓથી બચાવવા માટે બંકરોની આસપાસ માટી ઊભી કરવામાં આવી છે. એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર કાંટા જેવું માળખું બનાવવામાં આવ્યું છે, જેનાથી બોમ્બ ધડાકાની અસર ઓછી થશે.
ભારતના ખતરાને જોતાં ચીન બાંધકામ વધારી રહ્યું છે
ભારતીય ડ્રોન સ્ટાર્ટ-અપ ન્યૂસ્પેસ રિસર્ચ એન્ડ ટેક્નોલોજીના ઈઊઘ સમીર જોશીએ જણાવ્યું- ગલવાન સંઘર્ષથી ભારતીય સેનાએ તેના આક્રમક ફાયર વેક્ટર અને ખાસ કરીને લાંબા અંતરની ટ્યૂબ અને રોકેટ આર્ટિલરીમાં વધારો કર્યો છે. પહાડીઓમાં બાંધકામ વધારવાનો ચીનનો નિર્ણય ભારતની વધતી ક્ષમતા સાથે જોડાયેલો છે. આવી સ્થિતિમાં ભારત તરફથી ખતરો ઘટાડવા માટે ડ્રેગન બંકરો, ટનલ અને રસ્તાઓને પહોળા કરવાનું કામ કરી રહ્યું છે. ફોર્સ એનાલિસિસના મુખ્ય સૈન્ય વિશ્ર્લેષક સેમ ટાકે કહ્યું – એ વાત સાચી છે કે ભારત તરફથી વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને ચીન લદાખમાં પોતાની સૈન્ય હાજરી વધારી રહ્યું છે.