કેબીનેટ બેઠકમાં પવાર જુનીયરની ગેરહાજરી: મુસ્લીમ અનામતની માંગ અને પ્રભારી જીલ્લા ફાળવણી સામેનો કચવાટ હવે સપાટી પર
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત સંકટનાં સંકેત છે. રાજયમાં પહેલા શિવસેના તથા બાદમાં એનસીપીમાં ભંગાણ પડાવીને ખીચડી સરકાર ચલાવી રહેલા ભાજપથી એનસીપીનાં બાગી નેતા તથા નાયબ મુખ્યમંત્રી અજીત પવાર નારાજ થઈને કેબીનેટ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા તો બીજી તરફ મુખ્યમંત્રી એકનાથ શિંદે તથા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ અચાનક જ સાથે દિલ્હી જવા રવાના થતા જ
- Advertisement -
હવે ભાજપ મોવડી મંડળ મહારાષ્ટ્ર અંગે કોઈ નિર્ણય લે તેવી ધારણા છે. રાજયમાં શિંદે સરકારમાં જોડાયા બાદ પણ એનસીપી બાગી નેતા અજીત પવારે સંકેત આપ્યા હતા કે તેઓ 2024 પૂર્વે મુખ્યમંત્રી બનવા માંગે છે અને હાલમાં મુસ્લીમ અનામતનો મુદ્દો છેડીને તેણે ભાજપ તથા સેનાના બાગી જુથને ભડકાવી દીધા હતા હવે કેબીનેટ બેઠકમાં તેમની ગેરહાજરી ચર્ચાનો વિષય બનેલ છે. જોકે સતાવાર રીતે તેઓનું ગળુ ખરાબ હોવાનું અને તેથી આરામમાં છે તેવું જણાવાયું છે. પણ છેલ્લા કેટલાંક વખતથી પવાર જુનીયરનાં સુર બદલાયા છે.
પ્રભારી મંત્રીઓને જીલ્લા ફાળવણીમાં પણ તેઓ નારાજ છે. જાતિગત ગણનામાં તેઓએ હકારાત્મક અભિગમ અપનાવ્યા હતા.રાજયના રાજકારણમાં અનેક ઘટનાઓ તોળાઈ રહી છે જેમાં મુખ્યમંત્રી શિંદે સહીનાં સેનાના બાગી સભ્યોએ પક્ષોમાં ધારા હેઠળ ગેરલાયક ઠરાવવા ચૂંટણી પંચ સમક્ષ ભંગાણનો મુદ્દો જે રીતે તેઓ ‘દાદાગીરી’ કરીને નાણા મંત્રાલય મેળવ્યુ તેનાથી શિવસેના બાગીઓની નારાજગીવિ.મુદા પણ ચર્ચામાં છે.