ખાસ-ખબર સંવાદદાતા
મહારાષ્ટ્રના રાજકારણમાં નિરંતર નવાજૂની થતી રહી છે, જેમાં શિવસેના (એકનાથ શિંદે જૂથ) દ્વારા જાહેરાત આપીને ગરમાવો આવી ગયો હતો, ત્યારે આજે એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના પ્રમુખ અને સાંસદ સુપ્રિયા સુળેએ વિપક્ષના નેતા અજિત પવારને મહારાષ્ટ્રના રાજકારણના મહાનાયક એટલે અમિતાભ બચ્ચન ગણાવ્યા હતા.
આજે બોલીવૂડના બિગ બી અમિતાભ બચ્ચનની દરેક બાબત ચાલે છે, તેમનો અવાજ, અંદાજ, ઓટોગ્રાફની માફક અજિત પવારની દરેક વાત પર લોકોની નજર હંમેશાં રહે છે. દરેક વ્યક્તિને અજિત પવાર જોઈએ છે.
- Advertisement -
શિવસેનાના પ્રવક્તા દીપક કેસરકરે તેમને સરકારમાં સામેલ કરવાની ઓફર મુદ્દે એનસીપીનાં નવર્નિવાચિત કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળેએ જવાબ આપ્યો હતો.