ગુજરાતી ફિલ્મ વશની હિન્દી રિમેક ‘શૈતાન’ રિલીઝ થયાને 10 દિવસ થઈ ગયા છે. અજય દેવગન અને આર માધવનની ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.
એક્ટર અજય દેવગન, આર માધવન અને જ્યોતિકા સ્ટારર ફિલ્મ ‘શૈતાન’ એ પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. જાણીતું છે કે ફિલ્મ ‘શૈતાન’એ અત્યાર સુધી તેના બજેટ કરતા વધુ કમાણી કરી છે.
- Advertisement -
અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’ને રિલીઝ થયાને 10 દિવસ થઈ ગયા છે. ફિલ્મ ‘શૈતાન’એ અત્યાર સુધી બોક્સ ઓફિસ પર સારી કમાણી કરીને બધાને ચોંકાવી દીધા છે. અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’ એ 10મા દિવસે બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.
@ActorMadhavan aces again with an exception performance !!! Kudos to the team #TeamMaddy pic.twitter.com/b1hRhuJxUl
— Harleen Kaur (@beingharleen) March 17, 2024
- Advertisement -
રિપોર્ટ્સ અનુસાર શૈતાન તેના બીજા રવિવારે લગભગ 9.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મ રીલીઝના બીજા સપ્તાહના અંતે ફિલ્મના કલેક્શનમાં ઉછાળો જોવા મળ્યો હતો અને 9મા દિવસે ફિલ્મે 93.57 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. રવિવારની કમાણી બાદ કુલ કલેક્શન રૂ. 103.05 કરોડ થવાનો અંદાજ છે.
એ વાત તો જાણીતી જ છે કે શૈતાન એ 2023ની ગુજરાતી ફિલ્મ વશની હિન્દી રિમેક છે, જેનું લેખન અને નિર્દેશન કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ચૂકી છે. હૃતિક રોશન-દીપિકા પાદુકોણની ફાઈટર અને શાહિદ કપૂર-કૃતિ સેનનની તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા પછી શૈતાન 2024માં 100 કરોડ રૂપિયાની કમાણી કરનાર ત્રીજી હિન્દી ફિલ્મ બની છે.
#Shaitaan ki nazar se bachna aasan nahin..👹👹👹
👉👉👹👹ADVANCE BOOKING OPEN NOW 🎈🎈👹👹👈👈👈
Iss #Shaitaan ka saamna akele nahi kar sakte. Isliye apne saath parivaar ko bhi lekar aana!
Advance bookings are open now!
Taking over cinemas on… pic.twitter.com/Jhjnb8o6OX
— Ranganathan Madhavan (@ActorMadhavan) March 3, 2024
ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ અજય દેવગન અને આર માધવનની ફિલ્મ ‘શૈતાન’ શાનદાર કમાણી કરી રહી છે. આખી દુનિયાના લોકો આ ફિલ્મ પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. આ ફિલ્મના વર્લ્ડવાઈડ કલેક્શન વિશે વાત કરીએ તો, ‘શૈતાન’એ વિશ્વભરમાં 137.98 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે અને તે ઝડપથી 150 કરોડ રૂપિયાના આંકડા તરફ આગળ વધી રહી છે.