DGCAએ ફ્લાઈટ સીટ સિલેક્શન અંગેના નિયમોમાં ફેરફાર કર્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24
- Advertisement -
એરલાઈન્સે હવે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને માતા-પિતા અથવા વાલી સાથે ફ્લાઇટમાં સીટો ફાળવવી પડશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આ સંબંધમાં નવી મુસાફરી માર્ગદર્શિકા જારી કરી છે. ડીજીસીએએ કહ્યું છે કે જો બાળકો અને માતા-પિતા એક જ પીએનઆર પર મુસાફરી કરી રહ્યાં છે, તો તેમણે સીટ પસંદગી માટે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં આ સાથે ઉૠઈઅએ એરલાઈન્સને પણ પોતાનો રેકોર્ડ જાળવવા કહ્યું છે. નાગરિક ઉડ્ડયન નિયમનકારે આ પગલું 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના તેમના માતા-પિતા અથવા વાલીઓ સાથે ન બેસવાના ઘણા કિસ્સાઓ બાદ ઉઠાવ્યું છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, ઘણા મુસાફરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર આવા અનુભવો શેર કર્યા છે. DGCA એ નવા નિયમો માટે 2021 ના હવાઈ પરિવહન પરિપત્ર 01 માં સુધારો કર્યો છે. આ સાથે 2024ના એર ટ્રાન્સપોર્ટ સર્ક્યુલર (ATC)-01માં પણ સુધારો કરવામાં આવ્યો છે. તેનું શીર્ષક ‘અનબંડલિંગ ઓફ સર્વિસીસ એન્ડ ફીસ બાય શેડ્યુલ્ડ એરલાઈન્સ’ છે.