અબુ ધાબીથી કાલિકટ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના એક એન્જિનમાં ઉડાન વચ્ચે આગ લાગી હતી અને આ પછી ફ્લાઈટને અબુ ધાબીમાં સુરક્ષિત રીતે પાછી લેન્ડ કરવામાં આવી હતી.
અબુધાબીમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના ટળી છે. મળતી જનકરી અનુસાર અબુ ધાબીથી કાલિકટ જઈ રહેલ એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના એક એન્જિનમાં ઉડાન વચ્ચે આગ લાગી હતી. જેના પછી ત્યાં હંગામો મચી ગયો હતો અને તાત્કાલિક ધોરણે એ ફલાઈટને અબુ ધાબી પરત કરવામાં આવી હતી, જ્યાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે આ માહિતી શુક્રવારે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે આપી હતી અને એર ઈન્ડિયા એક્સપ્રેસે જણાવ્યું કે પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું છે અને તમામ મુસાફરો સુરક્ષિત છે.
- Advertisement -
એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના ઉડાન વચ્ચે લાગી આગ
અબુ ધાબીથી કાલિકટ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના એક એન્જિનમાં ઉડાન વચ્ચે આગ લાગી હતી અને આ પછી ફ્લાઈટને અબુ ધાબીમાં સુરક્ષિત રીતે પાછી લેન્ડ કરવામાં આવી હતી. DGCA એ ઘટનાની પુષ્ટિ કરી છે અને એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે એર ઇન્ડિયા એક્સપ્રેસની B737-800 VT-AYC ઓપરેટિંગ ફ્લાઇટ IX 348 માં ટેકઓફ દરમિયાન એન્જિન નંબર એકમાં આગ લાગી હતી અને એ સમયે વિમાન 1000 ફૂટની ઉંચાઈ પર હતું. જણાવી દઈએ કે આ પછી એરક્રાફ્ટને સુરક્ષિત રીતે અબુ ધાબીમાં લેન્ડ કરવામાં આવ્યું હતું.
Air India Express flight from Abu Dhabi to Calicut landed back at Abu Dhabi airport after a flame was detected in one of the engines. The aircraft landed safely and all passengers are safe: Air India Express pic.twitter.com/ACnDbFZCZV
— ANI (@ANI) February 3, 2023
- Advertisement -
ફ્લાઈટમાં 184 મુસાફરો સવાર હતા
ડીજીસીએના જણાવ્યા અનુસાર ઘટના સમયે ફ્લાઈટમાં 184 મુસાફરો સવાર હતા. આ સાથે જ એર ઈન્ડિયા એક્સપ્રેસે જણાવ્યું કે જેવી જ ફ્લાઈટ ટેકઓફ થઈ અને એરક્રાફ્ટ 1000 ફૂટની ઉંચાઈએ પહોંચ્યું ત્યારે વિમાનના પાયલટે એક એન્જિનમાંથી સ્પાર્ક નીકળતો જોયો જેના પછી તરત જ એરક્રાફ્ટને અબુ ધાબી એરપોર્ટ પર પાછું લેન્ડ કરવામાં આવ્યું. હાલ DGCAએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.