અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટના ટેકઓફ પછી તરત જ થયેલા દુ:ખદ દુર્ઘટનાની પુષ્ટિ વિદેશ મંત્રાલય (MEA) એ કરી છે. ભારતીય, બ્રિટિશ અને કેનેડિયન નાગરિકો સહિત 242 મુસાફરો અને ક્રૂને લઈને, MEA એ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. પરિસ્થિતિ આગળ વધતાં સંબંધિત એજન્સીઓ તરફથી વધુ વિગતો અપેક્ષિત છે.
એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર-AI171 અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેક ઓફ થતાની સાથે જ થોડે દૂર ક્રેશ થઈ ગઈ છે. આ ભયાનક ઘટનાને લઈ દેશ-વિદેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. તેમાં 169 ભારતીય મુસાફરો, 53 બ્રિટિશ મુસાફરો, સાત પોર્ટુગીઝના નાગરિકો અને એક કેનેડિયન નાગરિક અને 12 ક્રૂ મેમ્બર સવાર હતા. આ ઘટનામાં અત્યાર સુધી 200થી વધુ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
- Advertisement -
વિમાન દુર્ઘટનામાં આપણે અનેક લોકોને ગુમાવ્યા : રણધીર જાયસવાલ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અમદાવાદ વિમાન દુર્ઘટના પર ઊંડુ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, અમદાવાદમાં જે ઘટના બની, તે ખૂબ જ દુઃખદ દુર્ઘટના છે. તેમાં આપણે અનેક લોકોને ગુમાવ્યા છે. તેમણે પ્રિયજનો ગુમાવનારા તમામ લોકો પ્રત્યે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. આ અકસ્માતમાં ઘણા વિદેશી નાગરિકો પણ સામેલ છે. પરિસ્થિતિ હજુ પણ બદલાઈ રહી છે અને બચાવ કામગીરી ચાલુ છે. ચોક્કસ વિગતો બહાર આવવા માટે આપણે થોડો વધુ સમય રાહ જોવી પડશે.
પોર્ટુગલ દૂતાવાસે પણ દુઃખ વ્યક્ત કર્યું
- Advertisement -
જયસ્વાલે કહ્યું છે કે, આ ઘટના અંગે તમામ જરૂરી અપડેટ સંબંધિત વિભાગો, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એર ઈન્ડિયા અને સત્તાવાર એજન્સીઓ દ્વારા શેર કરવામાં આવશે. બીજીતરફ ભારત સ્થિત પોર્ટુગલ દૂતાવાસે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. દૂતાવાસે નિવેદન જાહેર કરીને કહ્યું કે, ‘ભારતથી યુનાઈટેડ કિંગ્ડમ જઈ રહેલા એર ઈન્ડિયના વિમાન ક્રેશ થવાની ઘટના અંગે જાણીને અમે સ્તબ્દ અને અત્યંત દુઃખી થયા છીએ. પ્રાથમિક માહિતી મુજબ, વિમાનમાં પોર્ટુગલના સાત નાગરિકો સવાર હતા. અમારી સંવેદનાઓ બધા અસરગ્રસ્તો અને તેમના પરિવારો સાથે છે.
વિદેશી નાગરિકોને તમામ સહાય કરીશું
પોર્ટુગલ દૂતાવાસે એમ પણ કહ્યું છે કે, ભારત સ્થિત ભારતીય દૂતાવાસ સંબંધિત વિદેશી નાગરિકો અને તેમના પરિવારજનોને તમામ સંભવ મદદ કરી રહ્યા છીએ. દુતાવાસે ઈમરજન્સી મદદ માટે એક વિશેષ નંબર +351 911 991 939 જાહેર કર્યો છે.
એર ઈન્ડિયાએ સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ‘એર ઈન્ડિયાની ફ્લાઈ નંબર-એઆઈ171 બપોરે 13.38 કલાકે અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થઈ હતી, તેની થોડીક જ મિનિટોમાં ફ્લાઈટથી મેડે કૉલ મળ્યો અને પછી સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ વિમાન તુરંત એક રહેણાંક વિસ્તારમાં જઈને ક્રેશ થયું છે. એર ઈન્ડિયાએ વિમાનમાં સવાર મુસાફરોના પરિવારજનો માટે હેલ્પલાઈન નંબર 1800 5691 444 જાહેર કર્યો છે. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.