કુનો નેશનલ પાર્કમાં નામીબિયાના આઠ ચિત્તા લાવવામાં આવ્યા બાદ હવે ફરી એકવાર આફ્રિકન ચિત્તાનું બીજું કન્સાઈનમેન્ટ ભારત પહોંચ્યું
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબિયાના આઠ ચિત્તા લાવવામાં આવ્યા બાદ હવે ફરી એકવાર આફ્રિકન ચિત્તાનું બીજું કન્સાઈનમેન્ટ ભારત પહોંચ્યું છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબિયાના આઠ ચિત્તા લાવ્યાના પાંચ મહિના પછી દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તાઓની બીજી બેચને સ્થાયી કરવાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
- Advertisement -
#WATCH | Indian Air Force’s (IAF) C-17 Globemaster aircraft carrying 12 cheetahs from South Africa lands in Madhya Pradesh’s Gwalior. pic.twitter.com/Ln19vyyLP5
— ANI (@ANI) February 18, 2023
- Advertisement -
દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તાઓના સમૂહને IAF C-17 ફ્લાઈટ દ્વારા ગ્વાલિયર લઈ જવામાં આવ્યું છે. આ ચિત્તાઓને એમ-17 હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ પાર્ક લઈ જવામાં આવશે.. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા ચિત્તાઓને તેમના ઘેરામાં છોડવામાં આવશે. આ કાર્યક્રમ સવારે 11 વાગ્યે શરૂ થયો હતો.