-અપગ્રેડ વર્ઝનથી સજજ મીગ-29 ચીન અને પાકિસ્તાન બંને પર નજર રાખશે
પાકિસ્તાન અને ચીન બંનેને ભરી પીવા માટે પ્રથમ વખત ભારતીય હવાઈદળે શ્રીનગરમાં મીગ-29 વિમાન સ્કવોર્ડન તૈનાત કરી છે જેમાં બે વિમાન મિસાઈલ અને નાઈટ વિઝનથી પણ સજજ છે. મીગ-29ને હાલમાં જ અપગ્રેડ કરવામાં આવ્યા છે અને તે હવે મીગ-21નું સ્થાન લેશે.
- Advertisement -
#WATCH | J&K: MiG-29 fighter aircraft deployed in Srinagar replacing the MiG-21 fighter jets at the base. pic.twitter.com/xwCJl28ad4
— ANI (@ANI) August 12, 2023
- Advertisement -
આ તૈનાતીને એટલા માટે મહત્વની ગણવામાં આવે છે કે, અહીનો એરબેઝ ચીન અને પાકિસ્તાન બંનેથી નજીક છે અને બંને દેશો તરફથી જો એક સાથે પડકાર મળે તો તેનો મુકાબલો કરવામાં મીગ-29 વિમાન મહત્વના સાબીત થશે.
India deploys MiG-29 fighter jets squadron at Srinagar to handle threats from enemies on both fronts
Read @ANI Story | https://t.co/mJPnF49Ibb#India #Srinagar #MiG29 #fighterjet pic.twitter.com/Ja2ZzclOeZ
— ANI Digital (@ani_digital) August 12, 2023
હાલમાં જ તેને અપગ્રેડ કરીને એર ટુ એર મિસાઈલથી સજજ કરાયા છે અને તે હવે હવામાં ઈંધણ ભરવાની પણ ક્ષમતા ધરાવે છે અને નાઈટ વિઝન પણ તેમાં હોવાથી રાત્રીના પણ તે પોતાના નિશાનને દાગી શકશે અને તે લાંબા અંતરના મિસાઈલથી પણ સજજ છે. અગાઉ મીગ-29ને આ પ્રકારની સુવિધા ન હતી અને હવે આ વિમાન શ્રીનગરથી લદાખ વચ્ચે પેટ્રોલીંગ કરશે.