AIની મદદથી કેન્સરને સચોટ રીતે અને ઝડપથી જાણી શકાય છે
ખાસ-ખબર સંવાદદાતા
આજના યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ ઙઙઝ બનાવવાથી લઈને ઘણા મોટા કામો માટે થઈ રહ્યો છે. હવે આ ટેક્નોલોજીનો ઉપયોગ એઈમ્સ દિલ્હીમાં પણ કરવામાં આવશે. દિલ્હી અઈંઈંખજમાં કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી કેન્સરના દર્દીઓનું નિદાન કરવામાં આવશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગની દિશામાં આ એક મોટું પગલું હોવાનું કહેવાય છે. અઈંઈંખજના કેન્સર વિભાગમાં દર્દીઓમાં કેન્સરની ઓળખ કરવા માટે અઈંની મદદ લેવામાં આવશે. ધ લેન્સેટના તાજેતરના અહેવાલ મુજબ, કેન્સરને વૈશ્વિક સ્તરે સૌથી ઘાતક રોગ માનવામાં આવે છે. ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટરીના અંદાજ મુજબ, વર્ષ 2020માં વિશ્વભરમાં કેન્સરના 19.3 મિલિયન કેસ નોંધાયા હતા. ચીન અને અમેરિકા પછી ભારત ત્રીજા ક્રમે છે જ્યાં કેન્સરના સૌથી વધુ કેસ નોંધાયા છે.
ધ લેન્સેટમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસમાં જણાવાયું છે કે ભારતમાં કેન્સરના કેસ 2020ની સરખામણીમાં 2040 સુધીમાં 57.5 ટકા વધીને 2.08 મિલિયન થશે. ભારતમાં વર્ષ 2022માં કેન્સરને કારણે 8 લાખથી વધુ મૃત્યુ થશે. કેન્સરની મોડી તપાસ મૃત્યુનું સૌથી મોટું કારણ છે. અઈંઈંખજના બાયોકેમિસ્ટ્રી વિભાગના એડિશનલ પ્રોફેસર ડો. અશોક શર્માએ જણાવ્યું કે હાલમાં આ પ્રોજેક્ટ એક સંશોધન તરીકે શરૂ કરવામાં આવ્યો છે. અઈંની મદદથી કેન્સરનું નિદાન કરી રહેલા કેન્સર વિભાગના ડો. જો આમાં મોટી સફળતા મળશે તો તેને વહેલી તકે અમલમાં મૂકવા માટે વિચારણા કરવામાં આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો લાભ લેવાના ઉદ્દેશ્ય સાથે, અઈંઈંખજ, નવી દિલ્હીએ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઑફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ, પૂણે સાથે મળીને તાજેતરમાં શઘક્ષભજ્ઞહજ્ઞલુ.ફશ, કેન્સરની વહેલી તપાસની સુવિધા માટે અઈં પ્લેટફોર્મ શરૂ કર્યું છે. આ પ્લેટફોર્મ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત છે. જેના કારણે કેન્સરને ઝડપથી અને સચોટ રીતે શોધી શકાય છે.