સુંદર પિચાઈ અને પીએમ મોદી વચ્ચે પેરિસમાં એઆઈ સમિટમાં મુલાકાતમાં વિવિધ મુદ્દે ચર્ચા થઈ
પેરિસમાં એઆઈ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને ગુગલના ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈ વચ્ચે મુલાકાત થઈ હતી.જેમાં પિચાઈએ કહ્યું હતું કે અમે એઆઈ દ્વારા ભારતમાં લાવનારા અવિશ્વસનીય અવસરો અને ભારતમાં ડિઝીટલ પરિવર્તનથી પર સાથે મળીને કામ કરવાની રીતો પર ચર્ચા કરી છે.
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ફ્રાન્સ પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે ફ્રાન્સના રાષ્ટ્ર પ્રમુખ ઇમેનિલ મેક્રોન સાથે ભોજન લીધું હતું. વડાપ્રધાન મોદી ફ્રાન્સની રાજધાની પેરિસમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) એક્શન સમિટમાં સામેલ થયાં હતાં, જ્યાં તમામ મોટા-મોટા દેશના નેતા પણ હાજર હતાં.
અહીં વડાપ્રધાન મોદીએ ગૂગલના CEO સુંદર પિચાઇ અને સ્કેલ AI ના ફાઉન્ડર એલેક્ઝેંડર વાંગ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન AI ઈન્ડસ્ટ્રી પર ચર્ચા પણ કરવામાં આવી હતી.
ગૂગલ સીઈઓ સુંદર પિચાઈએ AI સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ કહ્યું કે, ‘પેરિસમાં AI એક્શન સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને ખુશી થઈ. અમે AI ના ભવિષ્ય પર અને એવી તક વિશે ચર્ચા કરી જે ભારત માટે ફાયદાકારક હશે. અમે મળીને ભારતમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન લાવી શકીએ છીએ’.
- Advertisement -
સુંદર પિચાઈ સિવાય સ્કેલ AI ના સંસ્થાપક અને સીઈઓ એલેક્ઝેંડર વાંગએ પણ વડાપ્રધાન મોદીની મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ‘પેરિસમાં નરેન્દ્ર મોદી અને ઇમેન્યુઅલ મેક્રોનને મળીને ખૂબ સારૂ લાગ્યું’.
ઉલ્લેખનીય છે કે, એલેક્ઝેંડર વાંગ 1997માં અમેરિકાના લોસ અલામોસમાં પેદા થયા હતાં. તેઓએ મેસાચુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલોજી (MIT)માં થોડો સમય અભ્યાસ કર્યો. પરંતુ, 2016માં સ્કેલ AI ની સ્થાપના માટે અભ્યાસ મૂકી દીધો. તે 2021માં ફક્ત 24 વર્ષની ઉંમરે દુનિયાની સૌથી નાની ઉંમરમાં સેલ્ફ-મેડ અબજપતિ બની ગયા હતાં.