બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ ભારતમાં કોલ સેન્ટર, પેરોલ અને ડેટા હેન્ડલિંગમાં 1.65 મિલિયન કામદારોને રોજગારી આપે છે.
ભારતમાં હાલમાં AI ચેટબોટને કારણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને BPO ઇન્ડસ્ટ્રી પર ખૂબ જ મોટી અસર પડી રહી છે. ઘણાં લોકોએ નોકરી છોડવાનો વારો આવી રહ્યો છે. આ નોકરી કસ્ટમર સર્વિસમાં કામ કરતાં લોકોએ છોડવી પડી રહી છે. લાઇમચેટ જેવી સ્ટાર્ટઅપ કંપની હવે ભારતમાં કસ્ટમર સર્વિસમાં પરિવર્તન લાવી રહી છે. પહેલાં કસ્ટમરની ફરિયાદ માટે લોકોની જરૂર પડતી હતી, પરંતુ હવે આ AI એજન્ટ્સ દ્વારા આ તમામ ફરિયાદનું સમાધાન લાવવામાં આવી રહ્યું છે.
- Advertisement -
AI વર્સસ હ્યુમન
લાઇમચેટના કો-ફાઉન્ડર નિખિલ ગુપ્તાના જણાવ્યા અનુસાર તેમનું AI હાલમાં 70 ટકા ક્લાયન્ટના સવાલોના જવાબ આપી રહ્યું છે. આ કામ 5000 નોકરીઓને બરાબર છે. ત્રણ વ્યક્તિને નોકરીએ રાખવા માટે જેટલો ખર્ચ થાય છે એટલા ખર્ચમાં આ AI 15 વ્યક્તિ જેટલું કામ કરે છે. આથી વ્યક્તિની જગ્યા હવે AI લઈ રહ્યું છે. આ માટેનું કારણ ખર્ચમાં પણ ઘટાડો થઈ રહ્યો હોવાથી છે. તેમ જ વ્યક્તિઓને અન્ય સુવિધા પણ પૂરી પાડવી પડે છે. બીજી તરફ AI માટે વધારાની પડતી સુવિધાની જરૂર નથી. આથી કંપનીઓ માટે AI હવે વધુ અસરકારક અને સસ્તુ થઈ રહ્યું છે. દિવસે-દિવસે એમાં વધુ સુધારો થશે એથી એ વધુ સારી રીતે કામ કરશે અને વધુ લોકોની નોકરી પર જોખમ આવશે.
AI અને ઓટોમેશનમાં વધારો થતાં હવે ઘણી કંપનીઓ લોકોને છૂટા કરી રહી છે. TCS, ઇન્ફોસિસ અને વિપ્રો જેવી કંપનીઓમાં હજારો લોકોની છટણી થઈ છે. મોટી કંપનીઓ જ નહીં, પરંતુ સ્ટાર્ટઅપમાં પણ હવે ઘણાં લોકોને છૂટા કરવામાં આવ્યાં છે. AIના લીધે ખૂબ નાના લેવલથી લઈને મોટા લેવલ સુધી એની અસર થઈ છે.
- Advertisement -
ટેકનોલોજી લાવી રહ્યું છે પરિવર્તન
એક સમય હતો જ્યારે લોકોએ કસ્ટમર કેરમાં વાત કરવા માટે ઘણી રાહ જોવી પડતી હતી. તેમજ તેમની સાથે વાત કર્યા બાદ પણ સમસ્યાનું સમાધાન થતું એ ચોક્કસ નહોતું. જોકે હવે ટેકનોલોજી એ જગ્યા લઈ રહી છે. ક્લાયન્ટના દરેક સવાલનો જવાબ AI પાસે છે અને એથી જ એ હવે વધુને વધુ ફરિયાદનું નિરાકરણ લાવી રહ્યું છે. AI હવે ખૂબ જ જલદી પરિવર્તન લાવી રહ્યું છે. જોકે એ પરિવર્તન સારું છે કે ખરાબ એ જે-તે વ્યક્તિ તેના અનુભવથી નક્કી કરી શકે છે.