“સેન્ટર સ્ટેટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર્સ કોન્ક્લેવ”નું આજે અમદાવાદના સાયન્સ સિટી ખાતે PM મોદીના હસ્તે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરાયું.
અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે 2 દિવસીય “સેન્ટર સ્ટેટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર્સ કોન્ક્લેવ”નું આયોજન કરાયું. જેનું ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પણ હાજર રહ્યાં હતા. એ સિવાય 28 રાજ્યોના વિજ્ઞાન અને ટેક્નોલોજીના મંત્રીઓ આ કોન્ક્લેવમાં જોડાયા. તદુપરાંત 8 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો ઉપરાંત 250થી વધુ ડેલિગેટ્સ પણ કોન્કલેવમાં હાજર રહ્યાં.
- Advertisement -
The Gujarat govt is creating an environment of science and technology for the youth in the state. Employment generation and innovation are also being promoted in our double-engine govt. Gujarat ranks first in startup rankings for the last 3 years: Gujarat CM Bhupendra Patel pic.twitter.com/VDFBECKNLU
— ANI (@ANI) September 10, 2022
- Advertisement -
સરકારના પ્રયાસથી ભારત ગ્લોબલ ઇન્ડેક્ષમાં 46માં નંબરે: વડાપ્રધાન
આ કોન્ક્લેવમાં વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે, ‘ 21મી સદીના ભારતના વિકાસ માટે વિજ્ઞાન ખૂબ જ ઉપયોગી છે. ભારત ચોથી ઔધોગિક ક્રાંતિ કરવા તરફ જઈ રહ્યું છે. અમદાવાદની સાયન્સ સિટીમાં થતો કોન્ક્લેવ એક ક્રાંતિ લાવશે. સાયન્સ સીટીને નવી દિશા મળશે. સરકારના પ્રયાસથી ભારત ગ્લોબલ ઇન્ડેક્ષમાં 46મા નંબરે છે. આપણે 81 નંબરેથી 46મા નંબરે આવ્યા છીએ. જ્ઞાન વિજ્ઞાન સાથે જોડાય છે ત્યારે સંસારની તમામ સમસ્યાનો રસ્તો નીકળે છે. આજે પ્રેરણાથી ભારત ‘જય જવાન જય કિસાન’ સાથે આગળ વધે છે. વિજ્ઞાનની ભૂમિકા આજે ખૂબ જ મહત્વપૂર્ણ છે.’
हमारी सरकार Science Based Development की सोच के साथ काम कर रही है।
2014 के बाद से साइंस और टेक्नोलॉजी के क्षेत्र में investment में काफी वृद्धि की गई है।
सरकार के प्रयासों से आज भारत Global Innovation Index में 46वें स्थान पर है, जबकि 2015 में भारत 81 नंबर पर था: PM
— PMO India (@PMOIndia) September 10, 2022
સ્ટાર્ટપની લહેર જ જણાવે છે કે હવે કેટલો બદલાવ આવ્યો છે: વડાપ્રધાન
વધુમાં કહ્યું કે, ‘વિજ્ઞાને વિકાસને ગતિ આપી છે. ઇનોવેશનનો આધાર જ વિજ્ઞાન છે. ભારતમાં કોરોના મહામારી દરમિયાન વેક્સિનના કુલ 200 કરોડ ડોઝ લાગ્યાં. ભારતના વૈજ્ઞાનિકો કમાલ કરી રહ્યાં છે. રિસર્ચ માટે નવા-નવા સેક્ટર બની રહ્યાં છે. વિદ્યાર્થીને તેની માતૃભાષામાં સાયન્સની સમજ આપવી જોઈએ. સ્ટાર્ટપની લહેર જ જણાવે છે કે હવે કેટલો બદલાવ આવ્યો છે.’
समाधान का, Solution का, Evolution का और Innovation का आधार विज्ञान ही है।
इसी प्रेरणा से आज का नया भारत, जय जवान, जय किसान, जय विज्ञान के साथ ही जय अनुसंधान का आह्वान करते हुए आगे बढ़ रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 10, 2022
આ કોન્ક્લેવની ટેગ લાઇન છે “અનુસંધાન સે સમાધાન”
ટેક્નોલોજીના યુગમાં દેશના યુવાનોને વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં જરૂરી પ્લેટફોર્મ પૂરૂં પાડવા તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રનાં પડકારોને પહોંચી વળવાના ઉદ્દેશ્ય સાથે આ બે દિવસીય ‘સેન્ટર સ્ટેટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર્સ કોન્ક્લેવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ક્લેવ અંતર્ગત ‘અનુસંધાન સે સમાધાન’ની ટેગ લાઇન સાથે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સંબંધિત નવી ટેક્નોલોજી અને ‘જીવનની સરળતા’ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
સમાપન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે
તમને જણાવી દઇએ કે, આવતીકાલે 11 સપ્ટેમ્બરના રોજ કોન્ક્લેવના સમાપન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. આ કોન્ક્લેવની ટેગ લાઇન “અનુસંધાન સે સમાધાન” રાખવામાં આવી છે.