અમદાવાદના સોલામાં જનતાનગર ફાટક પાસેથી લાશ મળી
ખાસ-ખબર સંવાદદાતા
સોલા વિસ્તારના જનતાનગર ફાટક પાસે એક વ્યક્તિએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. ત્યારે પોલીસને આ ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ત્યારે પ્રાથમિક તપાસ દરમિયાન લાશ પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં આરજે કુણાલની પૂર્વ પત્નીના પરિવારજનો સામે આક્ષેપ છે. આ અંગે હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- Advertisement -
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સોલા વિસ્તારમાં આવેલા જનતાનગર ફાટક પાસે ઈશ્વર દેસાઈ નામના વ્યક્તિની ડેડબોડી મળી હતી. પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું કે, મૃતક રેડિયો જોકે આરજે કુણાલના પિતા છે. આ સમગ્ર બનાવવામાં હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.
RJ કુણાલની પહેલી પત્નીએ પણ આત્મહત્યા કરી હતી
ભૂમિ અને કુણાલના લગ્ન 24 નવેમ્બર 2015ના રોજ થયા હતા, પરંતુ લગ્નના બે મહિનાથી પણ ઓછા સમયમાં કુણાલે ભૂમિને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેને લઈને તેણે અમદાવાદના સચિન ટાવર પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. ત્યારે કુણાલ સહિત તેના માતા-પિતા પર કેસ દાખલ કરાયો હતો.