ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદને હવે વૈશ્વિક સ્પોર્ટ્સ હબ બનાવવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનવા અને શહેરને ‘ઓલિમ્પિક રેડી સિટી’ તરીકે વિકસાવવા માટે સરકારે રૂ. 1278 કરોડની માતબર રકમની ફાળવણી કરી છે. આ પ્રોજેક્ટ દ્વારા અમદાવાદને ભવિષ્યમાં ઓલિમ્પિકની યજમાની કરવા માટે સજ્જ કરવામાં આવશે. આ રોકાણ માત્ર રમતગમત ક્ષેત્રે જ નહીં, પરંતુ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસન ક્ષેત્રે પણ મોટો ઉછાળો લાવશે તેવું માનવામાં આવે છે.
શું છે સરકારનો માસ્ટર પ્લાન?
- Advertisement -
આ બજેટનો મુખ્ય હેતુ અમદાવાદમાં રમતગમતનું એવું માળખું તૈયાર કરવાનો છે જે ઓલિમ્પિકના ધોરણોને સમકક્ષ હોય.
• આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ: શહેરમાં વિશ્વકક્ષાની સુવિધાઓ ધરાવતા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમનું નિર્માણ થશે.
• પરિવહન સેવા: રમતવીરો અને પ્રેક્ષકોની અવરજવર માટે સ્પોર્ટ્સ વેન્યુઝને મેટ્રો અને BRTS જેવી આધુનિક જાહેર પરિવહન સેવાઓ સાથે જોડવામાં આવશે.




