‘ગુજરાત ટાઈટન્સ’એ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી નાખ્યું
ખાસ-ખબર સંવાદદાતા
સોશિયલ મીડિયામાં અમદાવાદની ટીમના નામ જાહેર થયા પહેલા વિવિધ નામ અંગે અટકળો શરૂ થઈ ગઈ હતી. જેમાં રિપોર્ટ્સ અને માહિતીના આધારે આ ટીમનું નામ પહેલા અમદાવાદ ટાઈટન્સ હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ ત્યારપછી સમગ્ર ગુજરાતને આવરી લેતા આ ટીમનું નામ ’ગુજરાત ટાઈટન્સ’ રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ટાઈટન્સે પોતાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ પણ બનાવી દીધું છે. જેની પહેલી પોસ્ટ શેર કરી ’શુભારંભ’ લખ્યું છે. અગાઉ રિપોર્ટ્સ પ્રમાણે આ ફ્રેન્ચાઈઝી ’અમદાવાદ ટાઈટન્સ’ તરીકે ઓળખાશે એવી માહિતી મળી હતી અને ચર્ચા પણ ચાલી રહી હતી.
જોકે બીજી બાજુ જોવા જઈએ તો સોશિયલ મીડિયામાં આ ટીમના નામને લઈને ફ્રેન્ચાઈઝી ઘણી ટ્રોલ પણ થઈ હતી. તેવામાં ઘણા ફેન્સ ટીમનું નામ બદલવા પણ ટકોર કરી રહ્યા હતા. તેવામાં હવે ફ્રેન્ચાઈઝીએ ગુજરાતની જનતાને આવરી લેતા ગુજરાત ટાઈટન્સ નામ જાહેર કર્યું છે.