અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરનારા 50 લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી અનેક લોકો દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. મળતી માહિતી અનુસાર તેમાંથી 16 જેટલાને સફળતાપૂર્વક બાંગ્લાદેશ મોકલી દેવામાં આવ્યા છે. જેમાં એક સગીર સામેલ છે.
દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા
- Advertisement -
હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
મળતી માહિતી મુજબ, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા 50માંથી લગભગ તમામ લોકો બાંગ્લાદેશી હોઈ શકે છે. જેમાં મોટાભાગના લોકો ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે. સમગ્ર મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણકારી આપવામાં આવી છે. હર્ષ સંઘવીએ X પર પોસ્ટ શેર કરતાં લખ્યું કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાષ્ટ્ર વિરોધી ગતિવિધિ કરનારાને ઝડપી લેવામાં આવ્યા છે.