ચોમાસું સમય પહેલા કેરળ પહોંચી ગયું છે, તમિલનાડુમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. ચોમાસાએ કર્ણાટકના મોટાભાગના વિસ્તારોને આવરી લીધા છે. ચાલો જાણીએ કે, હવામાન વિભાગ તરફથી ચોમાસા અંગે શું અપડેટ છે.
ઉત્તર ભારતના શહેરો આકરી ગરમીથી સહન કરી રહ્યાં છે જ્યારે દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દેશના પશ્ચિમ ભાગમાં પણ નિર્ધારિત સમય પહેલા પહોંચી ગયું છે. ચાલો જાણીએ કે અત્યાર સુધી ચોમાસું ક્યાં પહોંચી ગયું છે અને ક્યાં વાદળોની રાહ જોવાઈ રહી છે.
આ રાજ્યોમાં પહોંચી ગયું ચોમાસુ
- Advertisement -
ચોમાસું સમય કરતા પહેલા કેરળ પહોંચી ગયું છે. તમિલનાડુમાં પણ ચોમાસાના વાદળો ભારે વરસી રહ્યા છે. ચોમાસાએ કર્ણાટકના મોટાભાગના વિસ્તારોને કવર કરી લીધા છે. આંધ્રપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ થઈ રહ્યો છે. તેલંગાણાના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે.
મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીંના તમામ વિસ્તારોમાં વરસાદ પછી રાહતનો અહેસાસ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં ચોમાસાના વાદળો ભારે વરસી રહ્યા છે. મુંબઈમાં બે દિવસ પહેલા ચોમાસાના આગમન બાદ આકરી ગરમીથી પરેશાન મહારાષ્ટ્ર અને મુંબઈના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ સાથે જ ગુજરાતમાં 11 જૂનથી ચોમાસાનો વરસાદ શરૂ થઈ ગયો છે.
આ રાજ્યો હજુ જોઈ રહ્યા છે ચોમાસાની રાહ
- Advertisement -
જો કે, ચોમાસું 15 જૂને ગુજરાતમાં આવી રહ્યું છે, પરંતુ આ વખતે ચોમાસાની ગતિ સામાન્ય કરતા થોડી વધુ ઝડપથી આગળ વધી રહી છે. આ સાથે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ 15 જૂન સુધીમાં ચોમાસું આવી જશે. જો ચોમાસાની ગતિ એવી જ રહેશે તો ઝારખંડ અને બિહારને પણ 15 જૂનથી ગરમીથી રાહત મળી જશે.
જ્યારે રાજસ્થાન, યુપી અને ઉત્તરાખંડમાં 25 જૂન પછી જ ચોમાસા શરૂ થશે. હિમાચલ અને કાશ્મીરની વાત કરીએ તો અહીં પણ 25 જૂન પછી જ વાદળો વરસશે. દિલ્હી, હરિયાણા અને પંજાબની વાત કરીએ તો 29 જૂન સુધી વરસાદની શક્યતા છે.