લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના એક બાદ એક દિગ્ગજ નેતાઓના રાજીનામાંની વચ્ચે હવે આજે વધુ એક નેતાએ રાજીનામાંનું એલાન કર્યું
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. એક બાદ એક દિગ્ગજ નેતાઓના રાજીનામાંની વચ્ચે હવે આજે વધુ એક નેતાએ રાજીનામાંનું એલાન કર્યું છે. વિગતો મુજબ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રીએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. વિગતો મુજબ તેઓ આજે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે.
- Advertisement -
Hon'ble Congress President Shri @kharge ji!
Respected Sir,
I hereby tender my resignation from the primary membership of Indian National Congress (@INCIndia)
Regards
Vibhakar Shastri
— Vibhakar Shastri (@VShastri_) February 14, 2024
- Advertisement -
પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રીએ કોંગ્રેસને બાય-બાય કહી દીધું છે. તાજેતરમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)માં સ્થાન ન મળતા તેઓ નારાજ હોવાનું કહેવાય છે. વિભાકર શાસ્ત્રી પાર્ટીમાં મહત્વના હોદ્દા પર રહી ચૂક્યા છે. તેઓ પ્રિયંકા વાડ્રાના સલાહકાર પણ હતા.
Vibhakar Shastri – Congress leader and grandson of former PM Lal Bahadur Shastri – tenders his resignation from the party. pic.twitter.com/KF6E1g2en3
— ANI (@ANI) February 14, 2024
શું કહ્યું વિભાકર શાસ્ત્રીએ ?
પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. વિભાકરે પોતાના ટ્વીટમાં કહ્યું કે, તેમણે પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ બુધવારે બપોરે જ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.