સાંસદના વતનમાં ભાજપમાં ગાબડું પડતા રાજકીય ગરમાવો
ધારાસભ્ય વિમલ ચુડાસમાની ઉપસ્થિતિમાં ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો ખેસ પહેર્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશિંગુ ફુકાય ગયું છે ત્યારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.જેમાં જૂનાગઢ જિલ્લાની 6 નગર પાલિકાની પણ ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ યોજાશે ત્યારે ચોરવાડ નગર પાલિકાની ચૂંટણી પેહલા ભાજપમાં ભંગાણ થયું છે અને ધારાસભ્ય વિમલ ચુડાસમાની ઉપસ્થિતિમાં 100 લોકો ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે.
સોમનાથના ધારાસભ્ય અને ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિમલ ચુડાસમાની ઉપસ્થિતિમાં ભાજપ સાથે છેડો ફાડીને લક્ષમણભાઈ ચાવડા પ્રમુખ એસટી સેલ પ્રમુખ ચોરવાડ, સુનીલભાઈ વાઢેર, ભરત હીરાભાઈ ચુડાસમા, હીરાભાઈ કરશનભાઈ ચુડાસમા સહીત તેના વિશાળ ટેકેદારો સાથે ધારાસભ્ય વિમલ ચુડાસમાના હસ્તે કોંગ્રેસનો ખેસ પેહરી કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા અતકે વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ભાજપની કાર્ય પદ્ધતિથી નારાજ અને પાર્ટીમાં થતી અવગણના લીધે ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે. ત્યારે ચોરવાડ શહેર સાંસદ રાજેશ ચુડાસમાનું મૂળ વતન અને રાજકીય ગઢ મનાય છે.અને ચોરવાડ નગરપાલિકા ચૂંટણી સમયે ભાજપમાં ગાબડું પડતા કોંગ્રેસ પક્ષમાં ખુશી જોવા મળી રહી છે.અને ભાજપ ફરી ચોરવાડ નગર પાલિકા ગુમાવે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.