રાજ્યમાં આજે 23 સ્થળોએ ED દ્વારા સુપર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અને CGSTના કૌભાંડ અંગે રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.
ગુજરાતમાં દિવાળી પહેલા EDના 23 જગ્યા પર મોયાપાયે દરોડા પાડ્યા છે. EDએ 200 બનાવટી કંપની ખોલી ટેક્સ ચોરી કેસમાં સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, વેરાવળ ,રાજકોટ સુરત, કોડીનારમાં દરોડા પાડવામાં આવ્યા છે. EDએ નવેસરથી ફરિયાદ દાખલ કરી દરોડાનું ઓપરેશન હાથ ધર્યું છે. CGSTના કૌભાંડ અંગે રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.
- Advertisement -
અગાઉ 5 આરોપીની ધરપકડ કરી હતી
કરોડો રૂપિયાના GST કૌભાંડ મામલે અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 5 આરોપીઓની ધરપકડ કરી છે. બોગસ કંપની બનાવીને બોગસ બિલિંગ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. અગાઉ અબ્દુલ હાફિઝ, અબ્દુલ કાદરી, એઝાઝ માલદાર, ધ્રુવીના સંચાલક દેવરાણી સહિત પાંચની ધરપકડ કરી હતી.
ખોટા દસ્તાવેજ બનાવવામાં આવ્યા હતા
- Advertisement -
ધ્રુવી એન્ટરપ્રાઇઝ કંપનીના 2022માં ખોટા દસ્તાવેજ બનાવવામાં આવ્યા હતા. તેમજ ધ્રુવી એન્ટરપ્રાઇઝમાં અન્ય કંપનીઓએ 8 કરોડના બિલ બનાવ્યાનું સામે આવ્યું હતું. બોગસ બિલિંગ અને બોગસ કંપનીના મામલે પૂર્વ ધારાસભ્યના પુત્ર અને 2 ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. પૂર્વ ધારાસભ્યના પુત્ર અને ભત્રીજાની પૂછ પરછ ક્રાઇમ બ્રાંચ દ્વારા કરવામાં આવી હતી. ધ્રુવી એન્ટરપ્રાઇઝ સાથે અન્ય 200 કંપનીઓ સાથેના આર્થિક વ્યવહાર મળી આવ્યા હતા અન્ય કંપનીઓ બોગસ છે કે કેમ તેને લઈને પણ તપાસ ચાલી રહી છે. GST કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણી સામે આવે તેવી સંભાવના છે.