73 કરોડના શિક્ષણ-વીજળીના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે જૂનાગઢના બગડુ ગામેથી શિક્ષણ અને વીજળીના રૂ.73.19 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.જેમાં રૂ.1.40 કરોડના ખર્ચે નિર્મિત થનાર બગડુ પ્રાથમિક શાળાનું શ્રીફળ વધેરી શાસ્ત્રોકત વિધિનુસાર ખાતમુહૂર્ત કર્યું હતું.
- Advertisement -
આ વિકાસ કાર્યોમાં જિલ્લામાં રૂ.36.90 કરોડના ખર્ચે 23 શાળાઓના 154 ઓરડાઓ તથા માંગરોળ ખાતે રૂ. 6.1 કરોડના ખર્ચે નિર્મિત થનાર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું ખાતમુહૂર્ત ઉપરાંત રૂ.15.15 કરોડના ખર્ચે નિર્મિત 13 પ્રાથમિક શાળાઓના 90 ઓરડાઓનું લોકાર્પણ કર્યું હતું.આ સાથે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિસાવદરના પીંડાખાઈ ગામે રૂ. 7.87 કરોડના ખર્ચે નિર્મિત 66 કે.વી. સબ સ્ટેશન અને રૂ.7.17 કરોડના ખર્ચે 66 કે.વી. દેવગઢ- મેંદરડા સબ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. આ તકે રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીની નેમ મુજબ સુવિધા શહેરની અને આત્મા ગામડાનો તેને અનુસરીને ગ્રામ્ય સ્તરે અવિરત વિકાસ કાર્યો થઈ રહ્યા છે ત્યારે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ – ખાતમુહૂર્તથી શિક્ષણ અને વીજળીની માળખાકીય સુવિધાઓમાં વધારો થશે તમેજ ગામડાઓમાં માળખાકીય અને જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું કે, પ્રધાનમંત્રીના સ્વપ્ન મુજબ આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય એટલે કે, 2047 સુધીમાં વિકસિત ભારત નિર્માણમાં સૌને સહયોગી બનવા આહવાન કર્યું હતું તથા બગડુ ગામે મંત્રી સહિતના મહાનુભાવોએ એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યું હતું.