ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
લીંબડી મામલતદારે મિઠાઈ અને ફરસાણના વેપારીઓ સાથે ભાવ નિયમન માટે બેઠક યોજી હતી. જેમાં પ્રવર્તમાન બજાર ભાવ અંગે ચર્ચા થઈ સાથે દિવાળી તહેવારમાં સામાન્ય લોકો વ્યાજબી ભાવે મિઠાઈ, ફરસાણનો સ્વાદ માણી શકે તે માટે વેપારીઓએ 5 ટકાના ભાવ ઘટાડાના નિર્ણયમાં સહમતિ દર્શાવી હતી.
લીંબડી મામલતદાર એન.એ. સુમરા, નાયબ મામલતદાર હરપાલસિંહ ડોડીયા, પુરવઠાના અધિકારીઓએ મિઠાઈ, ફરસાણના વેપારીઓ સાથે દિવાળીના તહેવાર સુધી ભાવ નિયમન ફેરફાર માટે બેઠક યોજાઈ હતી. જેમાં સામાન્ય જનતા મિઠાઈ, ફરસાણ આરોગી શકે તે માટે ભાવ ઘટાડો કરવાનું સૂચન કરાયું હતું. લીંબડીના વેપારીઓએ જણાવ્યું હતું કે દિનપ્રતિદિન મોંઘવારી વધી રહી છે. તેલ, બેસન, લેબર, ભાડુ, વીજળી, બળતણના ખર્ચમાં વધારો થયો છે. બધો ખર્ચ કાઢતા નોંધપાત્ર નફો મળે છે તેમ છતાં દિવાળી સુધી ઓછાં ભાવે વેચાણ કરવાની સહમતિ છે.
દિવાળીમાં મિઠાઈ અને ફરસાણના ભાવમાં 5%નો ઘટાડો કરવા સહમત
