ખાસ-ખબર સંવાદદાતા
ખમીરવંતા જુનાગઢ જિલ્લાના શૌર્યવંતા યુવાનો માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને જિલ્લા પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે ભારતીય થલ સેનામાં અગ્નિવીર સૈનિક ભરતી પૂર્વે તૈયારી હેતુ 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગ આજ રોજ શરૂ કરવામાં આવેલ
આ તાલીમમાં 60 તાલીમાર્થીઓને જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાના અધ્યક્ષ સ્થાને વતન પ્રેમી ઉદ્યોગ સાહસિકો દ્વારા શૂઝ વિતરણ તેમજ તાલીમાર્થીઓની વર્ચ્યુઅલ ભરતી રેલી કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આજ તા.13/09/2023 ને સવારનાના 7 કલાકે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જફર મેદાન જુનાગઢ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એસપી હર્ષદ મહેતા દ્વારા પોતાના જીવનના પ્રેરણદાયી કિસ્સાઓ જણાવ્યા હતા અને સૈનિકની તૈયારી કરતા આ ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો હતો.
SPની ઉપસ્થિતિમાં અગ્નિવીર સૈનિક ભરતી પૂર્વે તાલીમ વર્ગ શરુ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/09/JUNAGADH-SP-UPSTHITI-MA-AGNIVIR-SENIK-BHARATI-PURVE-TALIM-VARG-SHARU-860x487.jpg)