રાજકોટ મધ્યસ્થ જેલના કર્મચારીઓએ ગ્રેડ પે વધારવાની માંગ તેજ કરી છે. આજે પોલીસ અધિકારીઓ કામથી અળગા રહી મધ્યસ્થ જેલની સામે આંદોલન કરવા બેસી ગયા છે. ગુજરાત રાજ્યના અજઈં, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલના ગ્રેડ પે ખૂબ જ ઓછા છે, જેના બદલે 4200, 3600, 2800 ગ્રેડ પે કરવામાં આવે. ગુજરાતના તમામ પોલીસ કર્મચારીઓનો ફરજનો સમય નક્કી કરવામાં આવે અને 8 કલાકથી વધારે નોકરીમાં માનવ અધિકાર મુજબ યોગ્ય વળતર આપવામાં આવે. ગુજરાતના વિવિધ કર્મચારી યુનિયનના દબાણથી કર્મચારીઓનો ગ્રેડ પે અને ભથ્થામાં સુધારા થઈ રહ્યા છે. રાજ્યના તમામ કર્મચારીઓના મળવા પાત્ર લાભ અંગે બંધારણીય સમાનતા જળવાઈ રહે તે માટે પોલીસ કર્મચારીઓના જાહેર હિતમાં રજૂઆત કરી કર્મચારીઓને વિવિધ સેવાઓ આપવામાં માંગણી કરવામાં આવી છે.
ગ્રેડ પે અને ભથ્થા વધારાની માંગ સાથે રાજકોટ મધ્યસ્થ જેલના જવાનોનું આંદોલન
Follow US
Find US on Social Medias