મોટી સંખ્યામાં ખેડૂતો, સામાન્ય લોકો અને મહિલાઓ પણ જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
રાજ્ય સરકારને ખરા સમયે બાનમાં લેવા માટે કોંગ્રેસ દ્વારા એક બાદ એક કાર્યક્રમો કરી રહી છે જેમાં હાલમાં જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં થયેલા વરસાદને લીધે ખેડૂતોને પાક નુકશાની થઈ હોવા સાથે વર્ષોથી પડેલા પડતર પ્રશ્નો સાથે કોંગ્રેસ હવે સરકારને આડે હાથ લેવા “કિસાન અધિકાએ યાત્રા”નું આયોજન કરાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લા કોગ્રેસ દ્વારા પણ તા: 18 સપ્ટેમ્બરના રોજ આયોજન કરેલ કિસાન અધિકારી યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો, કોંગી કાર્યકરો અને મહિલાઓ પણ જોવા મળ્યા હતા. સુરેન્દ્રનગર શહેરના ડો.બાબા સાહેબ આંબેડકર સર્કલથી લઈ જિલ્લા કલેકટર સુધી કોગ્રેસ સાથે આખોય જનમેદની રેલી સ્વરૂપે નીકળી સરકાર વિરુધ્ધ સૂત્રોચાર કર્યા હતા. આ સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પાક વીમો, વાવેતર કરેલ જણશીના પૂરતા ભાવ, ખેડૂતના સાધનોમાં જીએસટી નાબૂદ સહિત પશુ પાલકો અને મહિલાઓના પ્રશ્ને પણ આક્રમકતાથી રજૂઆત કરી હતી. વર્ષો બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ પક્ષનું આ પ્રકારના આક્રમક દેખાવને લઈને કોંગ્રેસનું ખતમ થઈ ગયેલું વજૂદ બાદ હવે ફરીથી જિલ્લામાં કોંગ્રેસનો સૂરજ ઉદય થતો હોય તે પ્રકારનું વાતાવરણ ઊભું થતું નજરે પડ્યું હતું. સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસની કિસાન અધિકાર યાત્રામાં પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌસાદભાઈ સોલંકી, વિક્રમભાઈ રબારી, કિસાન કોંગ્રેસના ચેરમેન રામકુભાઈ કરપડા સહિત દરેક તાલુકાના પ્રમુખ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
- Advertisement -



