રશિયન સેના સાથે કામ કરવા માટે ઘણા ભારતીય નાગરિકોને છેતરવામાં આવ્યા છે. સરકારે સીબીઆઈ દ્વારા દરોડા પાડ્યા છે અને ભરતી કરતા આવા એજન્ટો સામે પણ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે રશિયન સેના સાથે કામ કરવા માટે કેટલાય ભારતીય નાગરિકોને છેતરવામાં આવ્યા છે. ભારત સરકારે આ મુદ્દાને રશિયા સમક્ષ મજબૂતીથી ઉઠાવ્યો છે, જેથી આ લોકોને જલ્દી મુક્ત કરવામાં આવે. ખોટા વાયદાઓ કરી લોકોને રશિયન સેનામાં ભરતી કરતા આવા એજન્ટો સામે પણ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. CBIએ આવા જ એક મોટા માનવ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.
- Advertisement -
🚨 Indian tourists in Russia claim that they were forced to fight in Russia-Ukraine war.#RussiaUkraineWar #IndiansinRussia pic.twitter.com/OY1p4W126d
— Index Of India – Tech & Infra (@MagnifyIndia1) March 7, 2024
- Advertisement -
વિદેશ મંત્રાલયે કહ્યું કે રશિયામાં ભારતીય લોકોની સેનામાં ભરતી કરવામાં આવી રહી હોવાના કેટલાક નવા વીડિયો સામે આવ્યા છે. આંકડાઓનો ઉલ્લેખ કરતા મંત્રાલયે કહ્યું કે ગયા અઠવાડિયે આવા લોકોની સંખ્યા 20 હતી, પરંતુ હવે આવા યુવાનોની સંખ્યામાં વધારો થયો છે. આ બધું જાણવા માટે સરકાર પૂરા પ્રયાસ કરી રહી છે. સરકાર રશિયન સત્તાવાળાઓ સાથે વાત કરીને ઘણા લોકોને સેનાની નોકરીમાંથી પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે.
આગળ એમનું કહેવું હતું કે, ‘સરકાર આ ભારતીય યુવાનોની વાપસી માટે રશિયન સત્તાવાળાઓ પર દબાણ બનાવી રહી છે. સરકાર ફસાયેલા લોકોની મુક્તિ માટે સતત પ્રયત્નો કરી રહી છે. જો કે, આવા કેટલા લોકો છે તેની ચોક્કસ સંખ્યા જાણી શકાયું નથી. સીબીઆઈની ઘણી ટીમો આ મામલે તપાસ કરી રહી છે અને ઘણી જગ્યાએ દરોડા પણ પાડવામાં આવ્યા છે.
Indian Government Statement on Indian Nationals in India in Russia
Several Indian nationals have been duped to work with the Russian Army. We have strongly taken up the matter with the Russian government for early discharge of such Indian nationals.
Strong action has been… pic.twitter.com/AHmjt9Oh5l
— Aditya Raj Kaul (@AdityaRajKaul) March 8, 2024
કેટલાક એજન્ટો ભારતીય યુવાનોને ફસાવીને રશિયામાં નોકરી માટે મોકલતા હતા. આ યુવાનોને કહેવામાં આવ્યું હતું કે તેમને યુદ્ધમાં ગોળીબાર નહીં કરવો પડે પણ તેમને ડિલિવરી બોયનું કામ આપવામાં આવશે. પરંતુ, જ્યારે ભારતીયો ત્યાં પહોંચ્યા ત્યારે તેમને યુદ્ધમાં લડવા માટે મોકલવામાં આવ્યા હતા. જો તે આમ નહીં કરે તો તેને 10 વર્ષ માટે જેલમાં મોકલી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. તેમાં હૈદરાબાદનો મોહમ્મદ અસફાન પણ હતો, જેનું થોડા દિવસ પહેલા અવસાન થયું હતું.