-કોંગ્રેસ સહિત વિપક્ષના અનેક સાંસદો કાળા કપડા પહેરીને આવ્યા: મોદી મૌન તોડેના નારા
મોદી સરકાર સામે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરાયા બાદ પણ સંસદમાં હંગામો યથાવત રહ્યો છે અને વિપક્ષોએ આજે મણીપુર મુદ્દે સભા મોકુફીની દરખાસ્ત રજૂ કરીને તેના પર ચર્ચાની માંગણી કરી હતી અને નારેબાજે શરૂ કરતા લોકસભા ફકત છ મીનીટ કામકાજ કરીને બપોરે 2 વાગ્યા સુધી અને રાજયસભા પણ દસેક જ મીનીટના કામકાજમાં મુલત્વી રહી હતી.
- Advertisement -
Opposition leaders arrive at Parliament wearing black clothes
Read @ANI Story | https://t.co/wwg64umaiP#Indiaalliance #Parliament #RajyaSabha pic.twitter.com/u2KFTEgoUa
— ANI Digital (@ani_digital) July 27, 2023
- Advertisement -
વિપક્ષો આજે કાળા કપડા પહેરીને સંસદ ભવન પહોંચ્યા હતા અને ઇન્ડીયા ઇન્ડીયાના નારા લગાવ્યા હતા. તેમજ વડાપ્રધાન સંસદમાં આવો મૌન તોડો તેવા સુત્રોચ્ચાર કર્યા હતા તેની સામે એનડીએના સાંસદોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા તેના કારણે ધાંધલધમાલ જેવા દ્રશ્યો શરૂ થયા હતા.
Lok Sabha adjourned till 2 pm amid sloganeering in the House by Opposition MPs. They are demanding discussion on Manipur issue in the presence of PM Modi. pic.twitter.com/gQpbMYFr4j
— ANI (@ANI) July 27, 2023
તેથી બંને ગૃહો મુલત્વી રાખવા સિવાય કોઇ વિકલ્પ રહ્યો ન હતો. સરકાર સામેના અવિશ્વાસ પ્રસ્તાવમાં હજુ કયારે તેની ચર્ચા થાય તે અંગે કોઇ નિર્ણય લેવાયો નથી અને માનવામાં આવે છે કે આગામી સપ્તાહે લોકસભામાં તે અંગે ચર્ચાનો સમય ફાળવાશે. બીજી તરફ કેન્દ્ર સરકારે 31 ખરડાઓ તૈયાર રાખ્યા છે અને તે રજુ કરવાની તૈયારી છે.