ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળનાં પટની સમાજની ચૂંટણીમાં સામાજીક અને રાજકીય આગેવાન અને વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકા નગર સેવક અફઝલ પંજાની ખૂબ મોટી લીડ સાથે જીત થઈ હતી જયારે ચૂંટણીમાં પ્રમુખ પદ માટે કુલ 4417 મત થયા જેમાં અફ્ઝલ સર ને 2542 મટે પ્રાપ્ત થયા અને તેમના પ્રતિ સ્પરધી અનવરભાઈ ચૌહાણ ને 1847 મત પ્રાપ્ત થયા અને 28 વોટ રદ થતા અફઝલ સરની 667 મત સાથે ભવ્ય વિજય થયેલ છે. વેરાવળમાં અફઝલભાઈ સામાજીક અને રાજકીય કામોમાં અગ્રેસર રહે છે સાથે સાથે એક નગરસેવક પણ છે જેથી તેઓ હંમેશા લોકોની સેવામાં રહે છે.