ચાલુ મહિનામાં એટલે કે ફેબ્રુઆરીમાં 24 કેરેટ સોનાની કિંમત 2,454 રૂપિયા ઘટીને 56,343 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગઇ
જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી માટે સારા સમાચાર છે. વાત જાણે એમ છે કે, સોનાના ભાવમાં અગાઉ ભારે તેજી આવ્યા બાદ હવે અચાનક સોનાનો ભાવ ઘટ્યો છે. વિગતો મુજબ ચાલુ મહિનામાં એટલે કે ફેબ્રુઆરીમાં 24 કેરેટ સોનાની કિંમત 2,454 રૂપિયા ઘટીને 56,343 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગઇ છે. નોંધનીય છે કે, 15 દિવસમાં સોનાના ભાવમાં 2 હજાર 800 રૂપિયાનો વધારો થયો હતો.
- Advertisement -
સોનાના ભાવમા ધરખમ ઘટાડો નોંધાયો છે. મહત્વનું છે કે, ઉચ્ચ સપાટી પર પહોંચ્યા બાદ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આ પહેલા 15 દિવસમાં સોનાના ભાવમાં 2,800 રૂપિયાનો વધારો થયા બા 15 દિવસમાં રૂપિયા 2,454 ઘટ્યા છે. મહત્વનું છે કે, 2,454 રૂપિયા ભાવ ઘટીને સોનાનો ભાવ 56,343 રૂપિયા નોંધાયો છે.
સોનાના ભાવમાં ફેરબદલ
નોંધનીય છે કે, સોનાના ભાવમાં મોટો ફેરબદલ આવ્યો છે. વાત જાણે એમ છે કે, 2 ફેબ્રુઆરીએ સોનાનો ભાવ 58,882 રૂપિયા હતો. જે બાદ હવે 16 ફેબ્રુઆરીએ સોનાનો ભાવ 56,343 નોંધાયો છે. આ સાથે હવે ફેબ્રુઆરીના અંતમાં સોનાનો ભાવ 55 હજાર થવાની શક્યતા સેવાઇ રહી છે.
શું માને છે નિષ્ણાતો ?
આ તરફ બજાર સાથે જોડાયેલા નિષ્ણાતોનું માનીએ તો, સોનાની કિંમતમાં ઘટાડો વધારે લાંબા સમય સુધી રહે તેવી શક્યતા નથી. IIFLના વાઇસ પ્રેસિડેન્ટ (રિસર્ચ)એ જણાવ્યું છે કે, કિંમત 59,000 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા બાદ સ્થાનિક બજારમાં સોનાની માંગણી ઘટી રહી છે. જેના કારણે સોનાની કિંમતોમાં પણ ઘટાડાનો દોર શરૂ થયો છે. આ સાથે વૈશ્વિક અર્થવ્યવસ્થા, ખાસ કરીને અમેરિકાને લઇને જોખમો પણ કેટલાક અંશે ઓછા થયા છે, જેની અસર સોનાની કિંમત પર દેખાઇ રહી છે.