સંપૂર્ણપણે મેઇડ ઈન ઈન્ડિયા વંદેમેટ્રો ટ્રેનની પહેલી ઝલક બહાર આવી: યાત્રિકોને રેપિડ શટલ જેવો અનુભવ થશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.1
- Advertisement -
વંદે ભારત અને અમૃત ભારત બાદ હવે દેશવાસીઓને વંદે મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કરવાનો મોકો મળશે.દેશની પહેલી મેટ્રો ટ્રેન બનીને તૈયાર થઈ ગઈ છે અને તેને જુલાઈથી પાટા પર ઉતારવાની તૈયારી થઈ રહી છે. આ ટ્રેન સંપૂર્ણપણે મેડઈન ઈન્ડિયા છે જેની પહેલી ઝલક બહાર આવી છે. દેશની પહેલી અને સંપૂર્ણપણે સ્વદેશી વંદે મેટ્રોને ચેન્નાઈ સ્થિત ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવી છે. મંગળવારે તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ફેક્ટરીની અંદર વંદે મેટ્રો ટ્રેનને જોઈ શકાય છે. વંદે મેટ્રો ટ્રેનમાં પેસેન્જર્સને અનેક સારી એડવાન્સ સર્વિસ મળશે, જે તેમની સફર ઘણી જ આરામદાયક બનાવશે. આ ટ્રેનમાં અઈ કોચ ઉપરાંત ઓટોમેટિક દરવાજા અને ઈમરજન્સી એલાર્મ સિસ્ટમ પણ હશે. ભારતમાં આ વંદે મેટ્રોને તે રુટ્સ પર ચલાવવામાં આવશે જ્યાં બે શહેરો વચ્ચે ટ્રાંસપોર્ટેશનની જરુરિયાત છે. 200 કિલોમીટરનું અંતર કાપનારી આ મેટ્રો ટ્રેનને સામાન્ય રીતે 160 કિલોમીટરની સ્પીડે ચલાવવામાં આવશે. એક વખત ટ્રાયલનું કામ પુરું થઈ જશે તો તેને જૂન-જુલાઈમાં પેસેન્જર્સ માટે શરુ કરવામાં આવી શકે છે. મેટ્રોની જેમજ આ ટ્રેનમાં ટિકિટ લઈને યાત્રા કરી શકાશે.
ટિકિટ રિઝર્વ કરાવવાની કોઈ જરુર નહીં રહે. કેમકે આ ટ્રેન નાના અંતરને કાપશે. હાલ ટ્રેનનું ભાડું કંઈ નિશ્ચિત નથી કરાયું પરંતુ રેલવે અધિકારીઓએ સંકેત આપ્યા કે આ ટ્રેનનું ભાડું ઓછું જ હશે. વંદે ભારત મેટ્રો ઓછા સમયમાં વધુ સ્ટોપેજ કવર કરવામાં મદદ કરશે. જેમાં શહેરવાસીઓની જરુરિયાતોને ધ્યાનમાં રાખતા નવી સુવિધાઓ અપાઈ છે. વંદે મેટ્રો ઓછા અંતરવાળા શહેર વચ્ચે ચલાવવાની યોજના છે. જેમાં લખનઉ-કાનપુર, આગરા-મથુરા, દિલ્હી-રેવાડી, ભુવનેશ્વર-બાલાસોર અને તિરુપતિ-ચેન્નાઈ સહિતના શહેરો સામેલ છે. આ ઉપરાંત ભાગલપુર અને હાવડા વચ્ચે પણ મેટ્રો ચલાવવાની યોજના છે. આ ટ્રેન એક રુટ પર દિવસમાં ઓછામાં ઓછા 2થી 4 વખત ચાલશે. આ ટ્રેનથી યાત્રિકોને રેપિડ શટલ જેવો અનુભવ થશે.