ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.13
ટીમ ઇન્ડિયાના બે દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી છે. હવે ટીમ ઇન્ડિયા તા.20 જુનથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં નવા કેપ્ટન સાથે જશે જેમાં શુભમન ગીલ સૌથી યોગ્ય હોવાનું માનવામાં આવે છે.
- Advertisement -
જયારે કે.એલ.રાહુલ અને રવિન્દ્ર જાડેજાના નામ પણ છે પરંતુ સૌથી મહત્વનું છે કે ઓપનીંગ જોડી પણ શુભમન ગીલ સાથે નવો ચહેરો જોવા મળશે અને નવી ટીમમાં યશસ્વી જયસ્વાલ, સાઇ સુદર્શન, કે.એલ.રાહુલ, ઋષત પંત (વિકેટ કિપર), નીતિશકુમાર રેડ્ડી, ધ્રુવ જુરેલ (વિકેટ કિપર), સરફરાઝ ખાન, કરૂણ નાયર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મહમ્મદ સિરાઝ, મહમ્મદ સામી, પ્રસિધ્ધ ક્રિષ્ના, હર્ષિત રાણા અને આકાશદીપમાંથી પસંદગી થશે તે નિશ્ર્ચિત છે.