દેશમાં અમીરી-ગરીબીની ખાઈ હજુ પણ 7 ગણી: 20% ગરીબો 2015-16ની સરેરાશ આવકના સ્તરે પણ પરત પહોંચ્યા નથી
પાંચ આવક જૂથના લોકો પર કરવામાં આવેલો રસપ્રદ સરવે
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં કોરોના કાળ એ ભુલી જવા જેવો સમય રહ્યો જયારે આરોગ્યથી આર્થિક અને વ્યક્તિગતથી સામાજીક અને કટોકટીઓ આપણે પાર પાડી જેમાં વ્યાપાર-ધંધા રોજગારીને સૌથી મોટી અસર થઈ હતી પણ સારા સમાચાર એ પણ છે કે કોરોના કાળ બાદ ગરીબ લોકોની સરેરાશ આવક પણ 75% જેટલી વધીને રૂા.1.14 લાખ થઈ છે. પણ તે હજુ 2015-16ના સ્તરથી નીચે છે. 2015-16ના સ્તરથી નીચે છે. 2022-23માં દેશના લોકોની સરેરાશ આવક રૂા.3.6 લાખ નોંધાઈ છે જે 12%નો વધારો દર્શાવે છે. ગરીબોની આવકનું સ્તર રૂા.1.14 લાખ થયુ છે જે કોરોના કાળ પુર્વે 2015-16ની તુલનામાં 52% ઓછી છે. પ્રાઈવેટ- ઈકોનોમીક થિંક ટેન્ક દ્વારા આઈસીઈ- 360 ડીગ્રી ટાઈટલ હેઠળ આ સર્વે કરાયો હતો. પીપલ્સ રીસર્ચ ઓન ઈન્ડીયા- ક્ધઝયુમર્સ ઈકોનોમીકલ (પ્રાઈસ) એ તેના સર્વેનું તારણ આપ્યું છે કે છેલ્લા બે વર્ષમાં ગરીબ-અમીર વચ્ચેનો ભેદ ઘટીને 7% થયો છે. કોરોના કાળ બાદ દેશના 20% ગરીબોની આવકમાં 2015/16ની સરખામણીમાં 52%નો ઘટાડો થયો છે.
2020/21 જે કોરોના કાળ ગણવામાં આવે છે તે સમયે દેશના લોકોની સરેરાશ આવક- પાંચમાંથી ત્રણ આવક ગ્રુપમાં ઘટાડો થયો હતો પણ બાદમાં 2022/23માં તેઓ વધુ આર્થિક મજબૂત બન્યા હતા. 2015-16માં અમીર ગરીબ વચ્ચેની ખાઈ 3.8 ગણી હતી તે 2020/21માં વધીને 11 ગણી થઈ પણ બાદમાં 2022/23 સુધીમાં તે ઘટીને 7% રહી છે. કોવિડ કાળ સમયે ઉચ્ચ આવક ધરાવતા લોકોની સ્થિતિમાં કોઈ મોટો ફર્ક પડયો ન હતો.