અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે ઓવલ ઓફિસમાં શું થયું તે દુનિયાએ જોયું. બંને વચ્ચે બોલાચાલી બાદ શાંતિ સમજૂતી ખોરવાઈ ગઈ છે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે બહેસ બાદ યુરોપિયન નેતાઓએ ઝેલેન્સકીને સમર્થન જાહેર કર્યું છે.
આ દેશો યુક્રેનના સમર્થનમાં ઉભા હતા
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને રશિયાને આક્રમક ગણાવતા કહ્યું કે, ‘રશિયા આક્રમક છે અને યુક્રેન પીડિત રાષ્ટ્ર છે. યુક્રેન તેની ગરિમા, સ્વતંત્રતા, તેના બાળકો અને યુરોપની સુરક્ષા માટે લડી રહ્યું છે.’
- Advertisement -
જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે ખાતરી આપી હતી કે યુક્રેન જર્મની અને યુરોપ પર વિશ્વાસ કરી શકે છે. સ્પેન અને પોલેન્ડના વડાપ્રધાનોએ પણ ઝેલેન્સકીનો સાથ આપતા કહ્યું, ‘તમે એકલા નથી.’ યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને ટ્વિટ કર્યું કે, ‘રાષ્ટ્રપતિ, તમે ક્યારેય એકલા નથી. તમારી ગરિમા યુક્રેનિયન લોકોની બહાદુરીનું સન્માન કરે છે. મજબૂત બનો, બહાદુર બનો, નિર્ભય બનો. અમે ન્યાયી અને કાયમી શાંતિ માટે તમારી સાથે કામ કરવાનું ચાલુ રાખીશું.’
જ્યોર્જિયો મેલોનીએ શિખર સમિટ બોલાવવાનું એલાન કર્યું
ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયો મેલોનીએ યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપીયન રાજ્યો અને સાથી દેશો વચ્ચે તાકીદની સમિટ બોલાવી હતી જેથી આજના મુખ્ય પડકારોનો સામનો કેવી રીતે કરવાનો ઇરાદો ધરાવીએ છીએ તે અંગે ખુલ્લેઆમ વાત કરી શકાય. તેમજ નોર્વેના વડા પ્રધાન જોનાસ ગહરે શુક્રવારે વ્હાઇટ હાઉસમાં બનેલી ઘટનાને ગંભીર અને નિરાશાજનક ઘટના ગણાવી હતી.
- Advertisement -
અમેરિકાએ કરી મોટી કાર્યવાહી
આ ઘટના બાદ અમેરિકી અધિકારીઓએ યુક્રેનને આપવામાં આવી રહેલી મદદમાં છેતરપિંડી અને દુરુપયોગની તપાસને વધુ ઝડપી બનાવવાનો નિર્ણય કર્યો છે. ઇલોન મસ્ક અને તેમનું ‘ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી’ પહેલેથી જ આ બાબતોની તપાસ કરી રહ્યા હતા, પરંતુ હવે આ પ્રયાસોને વેગ મળશે.
ઝેલેન્સકી પર અમેરિકાનું અપમાન કરવાનો આરોપ
ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઝેલેન્સકી પર અમેરિકાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. તેથી ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિને ઘણી વખત અટકાવ્યા અને ઠપકો આપ્યો. ટ્રમ્પે ઝેલેન્સકી પર ત્રીજા વિશ્વ યુદ્ધ પર જુગાર રમવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ વાતથી નારાજ થઈને ઝેલેન્સકી ઝડપથી બહાર નીકળતા જોવા મળ્યા હતા.