અદાણીનો એફપીઓ એવા સમયે ખૂલ્યો જ્યારે અમેરિકાની કંપની હિંડનબર્ગે એક રિપોર્ટમાં નાણાકીય વ્યવસ્થાને લઈ અનેક આરોપ લગાવ્યા, શુક્રવારે બજાર ખૂલતાની સાથે જ અદાણીના શેરોમાં ધોવાણ ચાલુ રહ્યું હતું
અદાણી એન્ટરપ્રાઈઝનો 20 હજાર કરોડનો ફૉલો ઑન પબ્લિક ઈશ્યૂ આજથી રોકાણકારો માટે ખૂલ્યો છે. 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી એફપીઓ ખૂલ્લો રહેશે. અદાણીને આનાથી 20 હજાર કરોડ રૂપિયા મળવાની આશા છે. પરંતુ અદાણીનો એફપીઓ એવા સમયે ખૂલ્યો જ્યારે અમેરિકાની કંપની હિંડનબર્ગે એક રિપોર્ટમાં નાણાકીય વ્યવસ્થાને લઈ અનેક આરોપ લગાવ્યા છે. શુક્રવારે બજાર ખૂલતાની સાથે જ અદાણીના શેરોમાં ધોવાણ ચાલુ રહ્યું હતું. અદાણીની અલગ અલગ કંપનીના શેરોમાં 5થી ટકા સુધીનું ધોવાણ થયું છે.
- Advertisement -
NEW FROM US:
Adani Group – How The World’s 3rd Richest Man Is Pulling The Largest Con In Corporate Historyhttps://t.co/JkZFt60V7f
(1/x)
- Advertisement -
— Hindenburg Research (@HindenburgRes) January 25, 2023
અદાણી ગ્રુપ એફપીઓથી મળનારા નાણાનું કંપનીનું દેવું ચૂકવવા અને મૂડી ખર્ચ માટે કરશે. અદાણી એન્ટરપ્રાઈઝના એફપીઓ હેઠળ એંકર નિવેશકોએ 5985 કરોડ રૂપિયા મેળવ્યા છે. અબુ ધાબી ઈનવેસ્ટમેન્ટ ઓથોરીટી, બીએનીપી પરિબાસ આર્બિટ્રેજ, મોર્ગન સ્ટેનલી એશિયા- સિંગાપુર, નોમુરા સિંગાપુર લિમિટે અને સિટિગ્રુપ ગ્લોબલનો સમાવેશ થાય છે. સાથે એલઆઈસી, એસબીઆઈ લાઈફ ઈન્શોયરન્સ, ભારતીય સ્ટેટ બેંક કર્મચારી પેંશન ફંજે પણ એંકર બુકમાં ભાગ લીધો છે.
જો કે એફપીઓના આગમન પૂર્વે જ હિંડનબર્ગના અહેવાલે ખળભળાટ મચાવી દીધો છે. એટલું જ નહીં પરંતુ આ રીપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરોમાં મોટું ધોવાણ પણ થયું છે. એક રીપોર્ટ મુજબ તો ગૌતમ અદાણીની સંપત્તિમાં એક દિવસમાં 6 બિલયન ડોલર એટલે કે 48 હજાર 600 કરોડનું નુકસાન થયું છે. વિશ્વના બીજા નંબરના ધનિક વ્યક્તિ ક્રમાંકમાંથી સીધા ચોથા નંબર પર અદાણી આવી ગયા છે.
Media statement – II on a report published by Hindenburg Research pic.twitter.com/Yd2ufHUNRX
— Adani Group (@AdaniOnline) January 26, 2023
અમેરિકાની જાણીતી રોકાણ પર રિસર્ચ કરતી કંપની હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર શેરોમાં હેરાફેરી અને એંકાઉન્ટીંગમાં છેતરપીંડી આચરાતી હોવાનો આરોપ મુક્યો હતો. હિંડનબર્ગે આરોપ લગાવ્યો કે 218 બિલિયન અમેરિકન ડોલરની નેટવર્થ ધરાવતું અદાણી ગ્રુપ સ્ટોક હેરફેર અને એંકાઉન્ટીંગમાં ગેરરીતિની યોજનામાં લિપ્ત છે. જેના જવાબમાં અદાણી ગ્રુપે હિંડનબર્ગ પર અમેરિકા અને ભારતીય કાયદા હેઠળ કાર્યવાહી કરવાનું મૂલવી રહી હોવાનું જાહેર કર્યું હતું..
હિંડનબર્ગે એક બાદ એક ટવીટ કરી અદાણી ગ્રુપ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. અદાણી ગ્રુપ સામેના રિપોર્ટમાં 88 સવાલો પૂછવામાં આવ્યા હતા..
અદાણી ગ્રુપે હવે હિંડનબર્ગના અહેવાલને તથ્યોથી દૂર અને બદઈરાદા સાથે રજૂ કર્યાનો આરોપ લગાવ્યો હતો. અદાણી જૂથે હિંડનબર્ગ સામે અમેરિકા અને ભારતની કોર્ટમાં કાયદાકીય કાર્યવાહી માટે મૂલવી રહ્યાનું નિવેદન જાહેર કર્યું હતું.
Our response to Adani: pic.twitter.com/6NcFKR8gEL
— Hindenburg Research (@HindenburgRes) January 26, 2023
જો કે અદાણી ગ્રુપની કાનુની કાર્યવાહીની ચીમકી બાદ પણ હિંડનબર્ગ ફર્મ મક્કમ રહી છે.. હિંડનબર્ગે એક નિવેદનમાં કહ્યું કે 36 કલાક વિતવા છતાં અમારા દ્વારા કરાયેલા 88 આરોપમાંથી એક પણનો જવાબ ગંભીરતાપૂર્વક અદાણીએ આપ્યો નથી. અમારા આરોપ પર અદાણી ગંભીર હોય તો તેમણે અમેરિકામાં અમારા પર કેસ દાખલ કરવો જોઈએ. આ કેસ માટે જરૂરી દસ્તાવેજોની એક લાંબી સૂચિ છે જેની અમે કાનુની પ્રક્રિયા દરમિયાન માગ કરીશું.
અદાણી જૂથના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) જુગેશિન્દર સિંઘે જણાવ્યું હતું કે, “વિદેશી સંસ્થા દ્વારા રોકાણકાર સમુદાય અને સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરવાના આ ઇરાદાપૂર્વકના અને અવિચારી પ્રયાસથી અમે ખૂબ વ્યથિત છીએ, જે કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. તેમણે ભીતિ વ્યક્ત કરી હતી કે અદાણી એન્ટરપ્રાઇઝિસના FPO સમયે આવેલા આ અહેવાલ નુકસાન પહોંચાડવાનો છે.