તહેવારો ટાણે આમ આદમીનાં ઘર વપરાશના બજેટમાં વધારો થવાની આશંકા છે. એમએફસીનું કંપનીઓએ ખાદ્યતેલ, સાબુ, ડીટરજન્ટ, જેવી ચીજોનાં વેચાણ ભાવ વધારવાની તૈયારી શરૂ કરી છે. જેનાથી ફૂગાવા પર દબાણ સર્જાઈ શકે છે.
ગોદરેજ કન્ઝયુમર દ્વારા એમ દર્શાવાયું છે કે, પામતેલનાં ઉંચા ભાવને કારણે નફામાર્જીન પર દબાણ આવ્યુ છે. મેનેજમેન્ટ દ્વારા તમામ બોઝ એક જ ઝાટકે ગ્રાહકો પર નહિં ઝીંકવાનો નિર્ણય લેવાયો છે. જાણકારોનાં કહેવા પ્રમાણે એન્ફી લેવલને બદલે મોટા પેકમાં ભાવ વધી શકે છે. રિઝર્વ બેંક ધિરાણ નીતિમાં કોમોડીટી ભાવ વધારા વિશે લાલબતી ધરી જ હતી અસામાન્ય હવામાન, ભૌગોલીક ટેમ્શન અને ખાદ્યતેલ ઘઉં શાકભાજીનાં ઉંચા ભાવને કારણે ફૂગાવો વધવાનું જોખમ દર્શાવ્યુ હતુ.
- Advertisement -
કોપરેલ સહિતની પ્રોડકટની ઉત્પાદક કંપની મેરીકોનાં નિવેદન મુજબ કોપારાના ભાવ વધી ગયા છે. કંપનીએ ભાગ વધારાનો એક રાઉન્ડ લાગુ કરી જ દીધો છે. આયાત જકાત વધારાથી આયાતી ખાદ્યતેલ મોંઘા થતા તથા ક્રુડ તેલમાં અનિશ્ચિતતાથી માર્જીનને અસર થશે. નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે મોંઘવારીનાં જોખમ પાછળનું સૌથી મોટુ કારણ કુડની અનિશ્ચતતા છે. આમાં પણ કંપનીઓએ તબકકાવાર ભાવ વધારો શરૂ કરી જ દીધો છે.