ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’માં કેરળની 4 મહિલાઓની કહાની દર્શાવવામાં આવી છે. આ ફિલ્મના 10 સીનમાં ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યું છે.
વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ વિવાદોમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્મમાં કેરળની 4 મહિલાઓની કહાની દર્શાવવામાં આવી છે. આ મહિલાઓને ISISમાં ભરતી કરવા માટે તેમનું ધર્મ પરિવર્તન કરીને ઈસ્લામ બનાવવામાં આવે છે. આ સમગ્ર મામલે કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ (CBFC)એ ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવા માટે આદેશ આપ્યો છે. ફિલ્મમાં 10 કટ સાથે ‘એ’ સર્ટીફિકેટ આપવામાં આવ્યું છે. આ ફિલ્મના 10 સીનમાં ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યું છે.
- Advertisement -
ચૂંટણી આયોગે ફિલ્મમાં દર્શાવેલ આંકડા માટે પુરાવા રજૂ કરવા માટે પણ કહ્યું છે. આ ફિલ્મમાં એક ડાયલોગ હટાવવા માટે કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા અમેરિકા તેમને નાણાંકીય મદદ કરે છે. અન્ય એક ડાયલોગ હટાવવા માટે પણ કહેવામાં આવ્યું છે કે, ‘કમ્યુનિસ્ટ પાર્ટી હિન્દુ રીત રિવાજની મંજૂરી આપતી નથી.’ સેન્સર બોર્ડે આ ફિલ્મમાં ‘ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી’ નામમાંથી ભારતીય શબ્દ દૂર કરવાની માંગ કરી છે. CBFC એ જે સીન હટાવવા માટે કહ્યું તે સીનમાં કેરળના પૂર્વ મુખ્યમંત્રીનું ઈન્ટરવ્યૂ શામેલ છે.
વિપુલ અમૃતલાલ શાહના પ્રોડક્શન અને સુદીપ્તો સેનના ડાયરેક્શનમાં ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં કેરળની ચાર મહિલાઓની કહાની દર્શાવવામાં આવી છે. આ મહિલાઓને ISISમાં ભરતી કરવા માટે તેમનું ધર્મ પરિવર્તન કરીને ઈસ્લામ બનાવવામાં આવે છે. ફિલ્મનું ટ્રેલર અને ટીઝ રિલીઝ થયા પછી આ બાબતે રાજનીતિ રમવામાં આવી રહી છે. કોંગ્રેસ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી તથા અન્ય પોલિટીકલ પાર્ટીએ ફિલ્મ બાબતે વિરોધ દર્શાવ્યો છે.
રાજનૈતિક પાર્ટીઓએ આ ફિલ્મના ડિસ્ટ્રીબ્યુશન બાબતે આપત્તિ વ્યક્ત કરી છે. આ પાર્ટીઓએ નિવેદન આપ્યું છે કે, આ ફિલ્મની મદદથી કેરળની છબીને નેગેટીવ રૂપે દર્શાવવામાં આવી છે. CPI-M અને ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગે કેરળમાં આ ફિલ્મ બેન કરવાની માંગ કરી છે.