-રાહુલ ગાંધી આવતીકાલે કેજરીવાલ અથવા તેમના પરિવારને વધુ કાનૂની સહાયની ઓફર કરવા માટે મળવાનો પ્રયાસ કરશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગઇકાલે રાત્રે ધરપકડ બાદ એક બાદ એક નવી અપડેટ સામે આવી રહી છે. વાત જાણે એમ છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે રાત્રે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. કેજરીવાલની ધરપકડ પર વિપક્ષે તીખી પ્રતિક્રિયા આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ED દ્વારા ધરપકડ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અરવિંદ કેજરીવાલના પરિવારનો સંપર્ક કર્યો હતો.
- Advertisement -
ન્યૂઝ એજન્સી ANIએ પાર્ટીના સૂત્રોને ટાંકીને કહ્યું કે, રાહુલ ગાંધીએ કેજરીવાલના પરિવારને તેમના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી આવતીકાલે કેજરીવાલ અથવા તેમના પરિવારને વધુ કાનૂની સહાયની ઓફર કરવા માટે મળવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસે અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા અને દાવો કર્યો કે, એક ડરેલો તાનાશાહ મૃત લોકશાહી ઈચ્છે છે.
डरा हुआ तानाशाह, एक मरा हुआ लोकतंत्र बनाना चाहता है।
मीडिया समेत सभी संस्थाओं पर कब्ज़ा, पार्टियों को तोड़ना, कंपनियों से हफ्ता वसूली, मुख्य विपक्षी दल का अकाउंट फ्रीज़ करना भी ‘असुरी शक्ति’ के लिए कम था, तो अब चुने हुए मुख्यमंत्रियों की गिरफ्तारी भी आम बात हो गई है।
- Advertisement -
INDIA इसका…
— Rahul Gandhi (@RahulGandhi) March 21, 2024
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ “X” પર પોસ્ટ કર્યું કે, ડરેલા સરમુખત્યાર, મૃત લોકશાહી બનાવવા માંગે છે. તેમણે દાવો કર્યો હતો કે, મીડિયા સહિત તમામ સંસ્થાઓને કબજે કરવી, પાર્ટીઓ તોડવી, કંપનીઓ પાસેથી નાણાંની ઉચાપત કરવી, મુખ્ય વિપક્ષી પાર્ટીનું ખાતું ફ્રીઝ કરવું ‘શૈતાની શક્તિ’ માટે ઓછું હતું હવે ચૂંટાયેલા મુખ્યમંત્રીઓની ધરપકડ પણ સામાન્ય બાબત છે. તેમણે કહ્યું કે INDIA ગઠબંધન આનો જડબાતોડ જવાબ આપશે.
નોંધનીય છે કે, EDએ ગુરુવારે રાત્રે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી અને તેમને તેમની ઓફિસ લઈ ગયા હતા. તેમની ધરપકડ દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજકને એજન્સી દ્વારા કોઈપણ જબરદસ્તી કાર્યવાહીથી રાહત આપવાનો ઇનકાર કર્યાના કલાકો બાદ કરવામાં આવી હતી. પદ પર રહીને મુખ્યમંત્રીની ધરપકડનો આ પહેલો કિસ્સો છે. AAPએ લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કેજરીવાલની ધરપકડ પર તીખી પ્રતિક્રિયા આપી છે.
ઇડીએ આખરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કરી ધરપકડ, આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી