દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા બાદ હવે સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થયો છે.
ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડએ બુધવારે મોડી રાત્રે CNG એટલેકે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને PNGના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 50 પૈસાનો વધારો કરાયો છે. તે જ સમયે, PNGની કિંમતમાં પ્રતિ SCM 1 રૂપિયાનો વધારો કરાયો છે. સતત વધી રહેલી મોંઘવારીના કારણે સામાન્ય માણસની કમર તૂટી ગઈ છે. જે પ્રકારે ઈંધણના ભાવમાં વધારો ઝીંકાઈ રહ્યો છે તેને કારણે ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. IGLએ ગ્રાહકોને સંદેશ મોકલીને આ અંગે જાણકારી આપી હતી. ગ્રાહકોને મોકલવામાં આવેલા સંદેશ અનુસાર, 24 માર્ચથી ગૌતમ બુદ્ધ નગર અને નોઈડામાં PNGની કિંમત 35.86/SCM રહેશે.
આ પણ વાંચો : ચીનનાં કારણે ટીવી અને મોબાઈલ થશે મોંઘા!
https://khaskhabarrajkot.com/2022/03/22/tv-and-mobile-will-be-expensive-because-of-china/
https://khaskhabarrajkot.com/2022/03/22/tv-and-mobile-will-be-expensive-because-of-china/