ચીનના વિદેશ મંત્રી વાંગ યી વાર્ષિક વ્યૂહાત્મક સુરક્ષા પરામર્શ બેઠકો માટે ગુરૂ વાર સુધી રશિયામાં
ખાસ-ખબર સંવાદદાતા
રશિયા અને ચીન પોતાના સંબધોને વધુ સારા બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. બંને દેશોની નિકટતા હવે વિશ્ર્વથી છુપી રહી નથી. આ સંજોગોમાં હવે ચીનના ટોચના રાજકારણી અને વિદેશ મંત્રી ચીનના પ્રવાસે છે. એક અહેવાલ અનુસાર વાંગ યી રશિયામાં ચાર દિવસના પ્રવાસે ગયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવતા મહિને ચીનની મુલાકાત લઈ શકે છે ત્યારે આ મુલાકાત ઘણી ખાસ ગણાઇ રહી છે.
ચીનના વિદેશ મંત્રી વાંગ યી વાર્ષિક વ્યૂહાત્મક સુરક્ષા પરામર્શ બેઠકો માટે ગુરુવાર સુધી રશિયામાં છે તેવી જાહેરાત ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવને મળશે. જે બાદ બંને પક્ષો વચ્ચે કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. માઓએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન યુક્રેન યુદ્ધ વાટાઘાટોનો મુખ્ય મુદ્દો હશે. આ સિવાય તેઓ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં નાટો સૈન્યના વિસ્તરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ચર્ચા કરશે. તાજેતરમાં ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન રશિયાના પ્રવાસ પરથી પરત ફર્યા છે. આ સ્થિતિમાં ચીનના વિદેશ મંત્રીના રશિયામાં પહોંચવાથી પશ્ર્ચિમના દેશોના પેટમાં તેલ રેડાયું છે. રશિયા પ્રવાસ દરમિયાન ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. યુદ્ધના કારણે રશિયા હથિયારોની અછત સર્જાઈ છે. આવી સ્થિતિમાં ઉત્તર કોરિયા રશિયાને મદદ પૂરું પાડી શકે છે તેવું અનુમાન છે. કિમ અને પુતિન વચ્ચેની બેઠક દરમિયાન હથિયારોની સપ્લાય સંબંધિત ડીલ થઈ હોવાના પણ અહેવાલ છે. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
- Advertisement -
રણનીતિક સુરક્ષા અંગે પરામર્શ કરાશે
દ્વિપક્ષીય સ્ટ્રેટેજિક સિક્યોરિટી ક્ધસલ્ટેશન મિકેનિઝમના સહ-અધ્યક્ષ અને રશિયાના સુરક્ષા પરિષદના વડા નિકોલાઈ પાત્રુશેવ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેના અનુસંધાને આ ચર્ચા થઇ રહી હોવાનું ચીનના મંત્રાલયે જણાવ્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચીનની રાજધાનીની મુલાકાત લેવાના છે. ત્રીજા બેલ્ટ એન્ડ રોડ શિખર સંમેલન માટે આવતા મહિને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે રોડ સમિટમાં ભાગ લેશે. યુક્રેન સાથેના યુદ્ધ બાદ પ્રથમ વખત પુતિન ચીનની મુલાકાત લેશે.