સંજય દત્તની બોલિવૂડ ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ અને શમશેરા રિલીઝ થઈ પણ એ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. પરિણામે સંજય દત્ત ફરી એકવાર સાઉથની ફિલ્મો તરફ આગળ વધ્યા છે.
સંજય દત્ત બૉલીવુડના ફેમસ અને સફળ અભિનેતામાંથી એક છે. પણ વર્ષ 2017માં સંજય દત્તના કમબેક પછી બોલિવૂડના દિવસો ખરાબ ચાલી રહ્યા છે. હાલ જ લગભગ એક ડઝન જેટલી બૉલીવુડ ફિલ્મો પીટાઈ ગઈ છે. પણ વ વર્ષે કઇંક સારું પણ થયું હતું અને એ છે આ વર્ષે કન્નડ ફિલ્મ KGF 2 એ બોક્સ ઓફિસ પર કમાણીના દરેક રેકોર્ડ તોડી નાખ્યા હતા. સમગ્ર ભારતમાં ફિલ્મે કમાણીના રેકોર્ડ તોડી નાખ્યા અને એ સાથે સંજય દત્તને પણ તેમાં વિલન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ પછી સંજય દત્ત બોલિવૂડની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ અને શમશેરા રિલીઝ થઈ પણ એ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. પરિણામે સંજય દત્ત ફરી એકવાર સાઉથની ફિલ્મો તરફ આગળ વધ્યા છે. આ વખતે સંજય દત્તને તમિલ ફિલ્મમાં વિલનની ભૂમિકાની ઓફર કરવામાં આવી છે. મળતા સમાચાર મુજબ સંજય દત્ત આ ફિલ્મ કરવા માટે તૈયાર છે અને તેને સારી ફી પણ મળી રહી છે. કન્નડ બાદ સંજય દત્ત તમિલ ફિલ્મમાં ડેબ્યૂ કરશે.
- Advertisement -
Because he who conquers himself is the mightiest warrior. #DuttsTheWay pic.twitter.com/UdmQ2Gdn25
— Sanjay Dutt (@duttsanjay) July 11, 2022
- Advertisement -
વિજયનું પૈન ઈન્ડિયા માટે સ્ટ્રગલ
પૈન ઈન્ડિયા સ્ટારડમ માટે સ્ટ્રગલ કરી રહેલા તમિલ સ્ટાર થલપથી વિજયની 67મી ફિલ્મની વિશે અહેવાલો આવી રહ્યા છે. જણાવી દઈએ કે હાલ એ ફિલ્મનું ટાઇટલ થલપતિ 67 રાખવામાં આવ્યું છે. એ ફિલ્મમાં વિજય ગેંગસ્ટરનો રોલ કરશે, જો કે ફિલ્મની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે એ છતાં પણ એમની ફિલ્મ પુલી (2015) અને બીસ્ટ હિન્દીમાં રો, 2022) જેવી નિષ્ફળ પૈન ઈન્ડિયા ફિલ્મો પછી વિજયના બીજી પૈન ઈન્ડિયા ફિલ્મો માટે પ્રયાસો ચાલુ છે. આ વર્ષે તેમની ફિલ્મ RAW ની KGF 2 સાથે હિન્દીમાં ટક્કર થઈ હતી અને RAW સારી કમાણી કરી શકી નહતી, એટલા માટે હવે KGF 2માં વિલન બનેલા સંજય દત્તને તેની ફિલ્મનો હિસ્સો બનાવવાનો નિરમી કર્યો લાગે છે. નિર્દેશક લોકેશ કનાગરાજની આ ફિલ્મમાં વિજય સાથે સંજય દત્તને સાઈન કરવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે.
Thank you Neyveli pic.twitter.com/cXQC8iPukl
— Vijay (@actorvijay) February 10, 2020
કરોડોમાં છે સંજય દત્તની ફી
એક મીડિયા રિપોર્ટમાં સંજય દત્તની ફી વિશે પણ ખુલાસો થયો હતો. થલપતિ 67 માં ઘણા મોટા સ્ટાર્સની જરૂર છે જે અંડરવર્લ્ડના ડોનનો રોલ કરી શકે અને એટલા માટે જ સંજય દત્તને ફિલ્મના વિલન તરીકે લેવામાં આવ્યા છે. KGF 2 ની સફળતા પછી સાઉથમાં સંજય દત્તની લોકપ્રિયતા છે અને ત્યાંના સ્ટાર્સ અને ડિરેક્ટર્સ તેમની સાથે કામ કરવા માંગે છે. મળતી માહિતી મુજબ થલપતિ 67માં તેની ફી 10 કરોડ રૂપિયા હશે. હાલમાં સંજય દત્ત હિન્દીમાં બે ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યો છે જેમાં પહેલી છે ઇન્ડો-પોલિશ પ્રોજેક્ટ ધ ગુડ મહારાજા છે અને બીજી છે ઘુડચઢી, જેમાં સંજય દત્તની સાથે સાથે રવિના ટંડન પણ જોવા મળશે.