નવા ભોજન વિતરણ કેન્દ્રો શરૂ થતાં દરરોજ 75 હજારથી વધુ શ્રમિકોને લાભ મળશે
રાજ્યભરમાં 273 કડીયાનાકાથી શ્રમિકોને પૌષ્ટિક ભોજન મળશે
ખાસ-ખબર સંવાદદાતા
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ થયો છે. જેમાં ઈખએ પણ શ્રમિકો સાથે ભોજન લીધું છે. શ્રમિક પરિવારો માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. તેમાં અમદાવાદથી નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોની શરૂઆત થઇ છે.
રાજ્યભરમાં 273 કડીયાનાકાથી શ્રમિકોને પૌષ્ટિક ભોજન મળશે. જેમાં ઈખએ ભોજન વિતરણ કેન્દ્રની શરૂઆત કરાવી છે. તથા ઈખએ પણ શ્રમિકો સાથે ભોજન લીધું છે. તેમજ શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન વિતરણ કેન્દ્ર શરુ થતા માત્ર રૂ.5માં પૌષ્ટિક ભોજન પૂરું પાડશે. હાલ 118 ભોજન કેન્દ્રોથી 55 લાખથી વધુ શ્રમિકોને લાભ મળ્યો છે. તેમજ નવા કેન્દ્રોથી રોજ 75 હજાર શ્રમિકોને લાભ મળશે.
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો છે. જેમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધતાં શ્રમિક પરિવારોને લાભ થશે. તેમાં અમદાવાદ ખાતેથી નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ થયો છે. રાજ્યભરમાં 273 કડીયાનાકા ખાતેથી શ્રમિકોને પૌષ્ટિક ભોજન મળશે. માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે તેવી યોજનામાં જોગવાઇ છે. હાલમાં 118 ભોજન કેન્દ્રોથી 55 લાખથી વધુ શ્રમિકોને લાભ મળશે.
નવા ભોજન વિતરણ કેન્દ્રો શરુ થતાં દરરોજ 75 હજારથી વધુ શ્રમિકોને લાભ મળશે. તેમાં અમદાવાદમાં 49, સુરતમાં 22, ગાંધીનગરમાં 8, વડોદરામાં 9 કેન્દ્રો શરુ થશે. ભાવનગરમાં 2, જામનગરમાં 10, ભરૂચમાં 3, મહેસાણા અને રાજકોટમાં 5-5, ખેડા, આણંદ, વલસાડ અને સાબરકાંઠામાં 4-4 ભોજન કેન્દ્રો શરુ થશે. તેમજ પાટણ અને બનાસકાંઠામાં 7-7, નવસારી અને મોરબીમાં 6-6 કેન્દ્રો શરુ થશે.