કાયદાનો સુધારો કરવા દરેક ગ્રામ પંચાયતોએ સંમતિ પત્ર પાઠવ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
ધ્રાંગધ્રા તાલુકાના હરીપર બાદ હવે અન્ય ગ્રામ પંચાયતો દ્વારા સંમતિ પત્ર પાઠવ્યા હતા. સરદાર પટેલ સેવાદળ(જઙૠ) દ્વારા રાજ્યમાં પ્રેમલગ્ન નિયમો બાબતે મુખ્ય ચાર સુધારાની માંગ કરી છે. જે અંગે રાજ્યની કેટલીક સેવાકીય અને સહકારી સંસ્થાઓ દ્વારા કાયદામાં સુધારા માટે સંમતિ દાખવી છે જેને લઇ ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગ્રામ પંચાયત દ્વારા પણ સરદાર પટેલ સેવાદળ દ્વારા કાયદાના સુધારા અંગેની માંગને સંમતિ દાખવી હતી જે બાદ હવે ધ્રાંગધ્રા તાલુકાના ભેચડા અને ધોળી ગ્રામ પંચાયતે પણ પોતાના લેટરપેડ જાહેર કર્યા હતા જેમાં પ્રેમલગ્ન બાબતે મુખ્ય ચાર મુદ્દાઓમાં સુધારા કરવાની માંગ કરી હતી. તેવામાં એક બાદ એક ગ્રામ પંચાયતો દ્વારા લેટરપેડ જાહેર કરી પ્રેમલગ્ન કાયદામાં સુધારાની માંગ કરી છે.