1.50 લાખના આધુનિક પીટીઝેડ કેમેરાની ચોરી થયાની ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર પોલીસ કમિશનર અને ગ્રામ્ય પોલીસ વડાના બંગલોની સામે રેસકોર્સના પ્રવેશ દ્વાર પર લગાવવામાં આવેલ રૂપિયા 1.50 લાખના આધુનિક પીટીઝેડ કેમેરાની ચોરી થયાની ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જો કે, તાત્કાલિક અસરથી અહીંયા અન્ય કેમેરો લગાવી પોલીસે કેમેરા ચોરી અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
ફરિયાદી રવિભાઇ કિશોરભાઈ પરમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મહાનગરપાલિકામાં કોમ્પ્યુટર વિભાગમા છેલ્લા બે વર્ષથી નોકરી કરું છું. ગત તા. 08.07.2023ના રોજ હું મારી ઓફિસમા નોકરી ઉપર હતો ત્યારે નાનામોવા સર્કલ ઉપર કમાન્ડ એન્ડ કંટ્રોલમાથી ઇ-મેલ આવ્યો કે, રેસકોર્સ પોલીસ હેડ ક્વાર્ટર ગેટ સર્કલ નજીક રેસકોર્સ મેદાન ગેટ પાસે રહેલ લોકેશન કેમેરો ગત તા.06.07.2023થી બંધ છે. જેથી અમે ફિલ્ડ એન્જિનિયર કમલેશભાઈ સ્થળ ઉપર આવતા કેમેરો જોવા મળ્યો નહીં. આ ચોરી થયેલો કેમેરો હનીવેલ કંપનીનો પી.ટી.ઝેડ મોડેલ જેની કિંમત રૂપિયા આશરે 1.50 લાખ છે. જે કોઈ શખસ તારીખ 06.07.2023ના રોજ ચોરી કરી લઈ ગયો છે. જેની ધોરણસરની ફરીયાદ છે