2.38 લાખ મતોની લીડ થી જીત થઈ હતી : સતત ત્રીજી વખત ચુંટાયા : શંકરાચાર્યના આશીર્વાદ મેળવ્યા
ગઈકાલે દેશભરમાં લોકસભા ચૂંટણીના પરિણામો બહાર આવ્યા. દિવસભર ભારે ઉત્તેજના રહી હતી. ગુજરાતમાં પણ તમામ 26 બેઠકો માંથી અનેક બેઠકો પર રસાકસી રહી હતી. ભાજપે જામનગરમાં પૂનમબેન માડમને ત્રીજી વખત ટીકીટ આપી હતી તો આ વખતે ક્ષત્રિય આંદોલન અને કોંગ્રેસના પાટીદાર ઉમેદવારને કારણે આ બેઠક સૌથી વધુ ચર્ચામાં રહી.
- Advertisement -
આ ઉપરાંત ગઈકાલે જ્યારે મતગણતરી શરૂ થઈ ત્યારે શરૂઆતી ટ્રેન્ડમાં પોસ્ટલ બેલેટમાં કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયા આગળ હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. પરંતુ બાદમાં પૂનમબેન માડમે લીડ લેવાનું શરૂ કર્યું. તેઓ 2.38 લાખ મતોથી જીત્યા હતા.
પૂનમબેન સતત ત્રીજી ટર્મ માટે સાંસદ તરીકે ચુંટાયા બાદ સીધા દ્વારકા જગત મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશનાં દર્શન કરવા પહોંચ્યા હતા. તે સમયે સ્થાનિક આગેવાનોએ તેમનું સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા. દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક પણ ઉપસ્થિત હતા. શારદાપીઠમાં શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતી જીના આશીર્વાદ મેળવ્યા હતા.