દ્વારકા મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ પર પ્રતિબંધના બેનર લગાવાયા હતા આજે ડાકોર મંદિરમાં નોટીસ લગાવાઈ
પ્રસિદ્ધ યાત્રાધામ એવા દ્વારકા જગત મંદિરમાં ગઈકાલે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો ત્યારે હવે દ્વારકા બાદ ખેડા જિલ્લામાં આવેલા ડાકોરના રણછોડરાયજી મંદિર દ્વારા પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મંદિરે આવતા તમામ દર્શનાર્થીઓને ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. દ્વારકા બાદ હવે ખેડા જિલ્લામાં આવેલા ડાકોરના રણછોડરાયજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં આવવા પર રોક લગાવી છે.
- Advertisement -
આ પહેલા દ્વારકાના દેવસ્થાન સમિતિ દ્વારા મંદિરની પરિસરમાં ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો તેમજ સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરીને આવવા અપીલ કરી હતી ત્યારે હવે દ્વારકા બાદ ડાકોરના પ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં સ્ત્રી પુરષ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરી શકશે નહીં. નોટિસમાં લખવામાં આવ્યુ છે કે, ડાકોર મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરવા અપીલ કરી છે. ડાકોરમાં હવે ભક્તો, વૈષ્ણવૌ ટૂંકા વસ્ત્રો પહેરીને દર્શન માટે આવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
હિન્દુ સંસ્કૃતિને લાંછન હોય ભાવિક ભક્તો આવા ટૂંકા વસ્ત્રો પહેરી દર્શન કરવા આવતા ભગવાનની ગરિમા લજવાતી હોય છે. જેના પગલે ડાકોર રણછોડજી મંદિર ટ્રસ્ટે આ મહત્વનો નિર્ણય લીધો છે. જોકે, આ નિર્ણય અગાઉ પણ આજ રીતે એક ઠરાવ પસાર કરી અને નોટિસો લગાવવામાં આવી હતી. હાલ પણ ઠરાવ પસાર કરી અને દરેક જગ્યાએ નોટિસો લગાવવામાં આવી છે.